ગુજરાતમાં વરસાદની ખેંચથી 90% પાક નિષ્ફળ જવાની ભીતિ

ગુજરાતમાં વરસાદની ખેંચથી 90% પાક નિષ્ફળ જવાની ભીતિ
ગુજરાતમાં વરસાદની ખેંચથી 90% પાક નિષ્ફળ જવાની ભીતિ

રાજ્યનાં મોટા ભાગના જળાશયોમાં 50% થી પણ ઓછો જળજથ્થો

સિંચાઈ માટેનું પાણી તાત્કાલિક છોડવા ધારાસભ્યોની સરકારને અપીલ

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભર ચોમાસે પાણીની સમસ્યા ડાચું ફાડીને ઉભી થઇ છે. વરસાદનો મુખ્ય મહિનો ગણાતો જુલાઈ મોટા ભાગે કોરો રહ્યો હોવાથી લોકોને અને ખાસ કરીને ખેડૂતોને બેવડો માર પડવાની ભીતિ ઉભી થઇ છે.

મેઘરાજાનાં દર્શન ન થવાથી રાજ્યમાં 90% પાક નિષ્ફળ જવાનો ભય નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો છે. એ કારણે કિસાનો પણ ભારે ચિંતા અને મૂંઝવણમાં મુકાઇ ગયા છે. જો સમયસર હજુ પણ વરસાદ નહીં આવે તો ચોમાસું પાકનાં બાર વાગી જશે એટલું જ નહીં પણ પીવાના પાણીની તંગી પણ ઉભી થઇ જશે જેનાથી લાખો લોકોને અસર થશે.

Visit Saurashtra Kranti Homepage here

વરસાદની ખેંચને કારણે રાજ્યના જળાશયોમાં અત્યારે સરેરાશ 47.54% જેટલું જ પાણી બચ્યું છે. રાજ્યના 200 જેટલા જળાશયોમાંથી મોટા ભાગના ડેમો સંગ્રહક ક્ષમતાથી પણ અડધા ભાગનું પાણી બચ્યું છે. સરકારે તાત્કાલિક સિંચાઈ માટે પાણી છોડવાનું શરૂ કર્યું છે પણ હજુ વધુ જરૂર પડશે એવી માંગણી અલગ-અલગ વિસ્તારોનાં ધારસભ્યો કરી રહ્યા છે.

હવામાન ખાતાનો અહેવાલ જણાવે છે કે, ગુજરાતમાં રાબેતા મુજબ સામાન્ય વરસાદ થયો નથી. ૪૫% જેટલી ઘટ સર્જાય છે. સામાન્ય રીતે જૂનથી ઓગષ્ટની વચ્ચે સીઝનનો પૂરો વરસાદ એટલે કે458.8 મી.મી વરસાદ પડી જતો હોય છે તેની સરખામણીમાં આ વર્ષે 252.7 મી.મી વરસાદ જ થયો છે. ૨૦૭ પૈકીનાં માત્ર ૫ ડેમમાં પૂરતું પાણી છે. એમાંથી ૪ સૌરાષ્ટ્રમાં છે અને એક ડેમ દક્ષિત ગુજરાતનો છે.

વાવેતરની વાત કરીએ તો વર્તમાન ખરીફ સીઝનમાં 7573106 હેક્ટર જમીન પર જુદા-જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. હવે વરસાદ ખેંચાયો હોવાથી મગફળી, ડાંગર, કપાસ વગેરે પાકો નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઇ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તાત્કાલિક ધોરણે 5 લાખ હેક્ટર જમીન પરના વાવેતર માટે સિંચાઈનું પાણી છોડવાનું આદેશ આપ્યો છે. વરસાદની સૌથી વધુ ખેંચ અરવલ્લી અને ગાંધીનગર જીલ્લાઓમાં રહી છે. અન્ય 31 જીલ્લાઓમાં પણ અપૂરતો વરસાદ રહ્યો છે.

Read About Weather here

રાજ્યનાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ વર્તમાન ચોમાસા સીઝનમાં દક્ષિણ ગુજરાતમાં 36.39% વરસાદ થયો છે. પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 34.72% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ૩૩.૮% વરસાદ થયો છે. સૌથી ઓછો કચ્છમાં 31.74% અને ઉતર ગુજરાતમાં 31.2% વરસાદ નોંધાયો છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here