ખેડૂત આંદોલનને ઉગ્ર બનાવવાનુ ટિકૈતનુ એલાન…!

ખેડૂત આંદોલન
ખેડૂત આંદોલન

જો સરકાર પાંચ વર્ષ શાસન કરી શકતી હોય તો ખેડૂત આંદોલન પણ પાંચ વર્ષ ચાલી શકે છે

દેશ પર આવી પડેલા કોરોના સંકટ વચ્ચે પણ ખેડૂત આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.

Subscribe Saurashtra Kranti here

આજે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે હરિયાણાના હિસારમાં એક કાર્યક્રમમાં કહૃાુ હતુ કે, સરકારનો આખા દેશમાં વિરોધ છે. એક થી દોઢ મહિના પછી સૌથી વધારે ખેડૂત સભાઓ યુપીમાં થશે. દિલ્હીની બોર્ડર પર જ હરિયાણા આવેલુ છે. એટલે આ વિસ્તારના ખેડૂતોની જવાબદારી વધી જાય છે કે આંદોલનને વધારે મજબૂત બનાવે.

કોરોના વેક્સીન અંગે ટિકૈતે કહૃાુ હતુ કે, બોર્ડર પર બેઠેલા ખેડૂતો રસી લેશે પણ કોરોના ટેસ્ટ નહીં કરાવે. અમે તો રસી પણ ત્યારે જ લઈશું જ્યારે અડધા પોલીસ કર્મીઓ રસી લગાવશે. અમને આ સરકાર પર બિલકુલ વિશ્ર્વાસ નથી. કોરોના તો એક પ્રકારનો તાવ જ છે.

ટિકૈતે સવાલ કર્યો હતો કે, કોરોના જો એટલો ખતરનાક હોય તો કેટલાક લોકો બંગાળમાં રેલી કેમ કરી રહૃાા છે. કોરોનાને આપણે તાવ જ કહી શકીએ. જો લોકોને ઓક્સિજન નથી મળી રહૃાો તો સરકારે રાજીનામુ આપી દેવુ જોઈએ.

Read About Weather here

તેમણે એક સવાલના જવાબમાં કહૃાુ હતુ કે, ભાજપે અમારી સાથે દગો કર્યો છે. બંગાળની જનતા સાથે પણ દગો કરી રહી છે. હજી તો ખેડૂત આંદૃોલનને પાંચ જ મહિના થયા છે. જો સરકાર પાંચ વર્ષ શાસન કરી શકતી હોય તો ખેડૂત આંદોલન પણ પાંચ વર્ષ ચાલી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here