કોવિડને પછાડવા જન આંદોલન-જન ભાગીદારી : મોદી મંત્ર

મોદી મંત્ર
મોદી મંત્ર

આવતીકાલથી 14 એપ્રીલ સુધી લોકજાગૃતિના કાર્યક્રમો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિની સમીક્ષા કરી

મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં ટુકડીઓ મોકલાશે, વધુ બેડ, ટેસ્ટીંગ અને સમય સર સારવારની તાકિદ કરતા વડાપ્રધાન

રોગચાળા સામે, કામના સ્થળે, જાહેર સ્થળો પર, આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય વર્તણુંક અને સંયમની તાલીમ આપશે સરકાર

Subscribe Saurashtra Kranti here

વધુમાં વધુ બેડો અને આરોગ્ય સવલતો, વ્યાપક ટેસ્ટીંગ અને દર્દીને સમયસર સારવારની તમામ રાજયોને તાકિદ કરતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વણસતી જતી કોરોના પરિસ્થિતિ અંગેની સઘન સમીક્ષા કરી હતી. તેમણે કોરોના મહામારીના સમયમાં જરૂરી અને ઉપયોગી એવી વ્યકિતગત વતણુક પર ભાર મુકયો હતો અને દેશ વ્યાપી લોક જાગૃતિ ઝુબેશ શરૂ કરવાનો મહત્વનો આદેશ આપ્યો હતો.

વડાપ્રધાન મોદીએ સૌથી વધુ કોરોના ગ્રસ્ત મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં કેન્દ્રીય ટુકડીઓ મોકલવાનો આદેશ આપ્યો છે.

દેશમાં તમામ ખાનગી-સરકારી કચેરીઓ અને કામના સ્થળો, આરોગ્ય કેન્દ્રો અને જાહેર સ્થળો પર યોગ્ય જાહેર વર્તનની લોકોને સમજ આપવા અને શીખ આપવા માટે વડાપ્રધાને આવતીકાલે તા.6 એપ્રીલથી દેશ વ્યાપી ઝુબેશ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તા.6 થી 14 એપ્રીલ સુધી દેશભરમાં આ ઝુબેશ ચલાવવામાં આવશે.

એ દરમ્યાન લોકોને માસ્ક પહેરવા, સામાજીક અંતર જાળવવા સલાહ આપવામાં આવશે અને સમજાવવામાં આવશે. સરકાર એવું માને છે કે, સાવધાની અને સલામતીનું પ્રમાણ ઘટી ગયું છે જે કોરોના વકરી જવાનું એક મુખ્ય કારણ છે. વડાપ્રધાને આરોગ્ય નિક્ષણાંતો સહિતની કેન્દ્રીય મેડિકલ ટુકડીઓ મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢ રવાના કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારની યાદીમાં દર્શાવ્યું હતું કે, વેક્સિન ઉત્પાદકો ઉત્પાદન વેગીલુ બનાવવાની કોશીશ કરે એવી સરકારે સુચના આપી છે. સ્વદેશી અને વીદેશી કંપનીઓ સાથે પણ ચર્ચાઓ ચાલી રહી છે સ્થાનિક જરૂરીયાતને પહોંચી શકાય એ માટે વેક્સિનના પુરતા પુરવઠાને જાળવી રાખવા તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. અન્ય દેશોની જરૂરીયાતોને પણ સરકાર ધ્યાનમાં લઇ રહી છે. વડાપ્રધાન મોદીએ કોરોનાની પરિસ્થિતિની સઘન સમીક્ષા કરી હતી.

Read About Weather here

રસીકરણ, નવા કેસો, મૃત્યુ આંકમાં વધારો, આરોગ્યની સુવિધાઓ, દવાના પુરવઠા અને વેક્સિન ઉત્પાદનની સ્થિતિ અંગે તેમણે વિગતો મેળવી હતી અને જરૂરી સુચનાઓ આપી હતી. વેક્સિનનું ઉત્પાદન વધારવા સરકારે કંપનીઓને આદેશ આપ્યો છે. અત્યારે મહારાષ્ટ્ર અને પંજાબ સહિતના 10 રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશો એવા છે જયા દેશના કુલ કેસો પૈકીના 91.4 ટકા કેસો નોંધાયા છે. શનિવારે જ દેશમાં 93249 નવા કેસો નોંધાયા હતા અને 513 દર્દીઓના મોત થયા હતા. એ પૈકી એકલા મહારાષ્ટ્રમાં 277 મોત થયાનું નોંધાયું હતું.

દેશમાં શનિવારે 30 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. સાડા છ કરોડ લોકો વેક્સિનનો પહેલો ડોઝ લઇ ચુકયા છે જયારે 1 કરોડ લોકો બીજો ડોઝ પણ લઇ ચુકયા છે.વડાપ્રધાન મોદીએ પુરતા પ્રમાણમાં પથારીઓની સવલત ઉભી કરવા, ટેસ્ટીંગ વધારવા અને દર્દીઓને સમયસર હોસ્પિટલમાં પહોંચાડવાની સલાહ આપી હતી. તેમણે કોવિડ સામે લડાવ જન ભાગીદારી અને જન આંદોલનનું નવું સુત્ર આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here