કિસાન આંદોલનને આજે એક વર્ષ પૂર્ણ: દિલ્હી બોર્ડર પર ભારે શક્તિ પ્રદર્શન, જંગી સુરક્ષા કાફલો તૈનાત કરાયો

કિસાન આંદોલનને આજે એક વર્ષ પૂર્ણ: દિલ્હી બોર્ડર પર ભારે શક્તિ પ્રદર્શન, જંગી સુરક્ષા કાફલો તૈનાત કરાયો
કિસાન આંદોલનને આજે એક વર્ષ પૂર્ણ: દિલ્હી બોર્ડર પર ભારે શક્તિ પ્રદર્શન, જંગી સુરક્ષા કાફલો તૈનાત કરાયો


નવા કૃષિ કાયદાની વિરુધ્ધમાં દિલ્હીની સરહદો પર શરૂ કરવામાં આવેલા કિસાન આંદોલનને આજે બરાબર એક વર્ષ પૂરું થયું છે.

ત્યારે આજે હજારો ખેડૂતો પંજાબ અને હરિયાણાથી શક્તિ પ્રદર્શન માટે દિલ્હીની બોર્ડર પર ઠલવાઈ રહ્યા છે. દિલ્હીમાં ટીકરી, સિંઘુ સહિતની દિલ્હીની તમામ બોર્ડર પર કિસાનો શક્તિ પ્રદર્શન કરશે. દિલ્હી પોલીસે જંગી સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરી દીધા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત કરી દીધી છે.

પરંતુ ખેડૂતો પાછા હટવા તૈયાર થયા નથી. કિસાન નેતા રાકેશ ટિકૈતે અગાઉ સ્પષ્ટતા કરી દીધી હતી કે, સંસદમાં નવા કાયદા રદ કરતો ઠરાવ પસાર થઇ જાય એ પછી ખેડૂતો ઘરે પાછા જશે. 29 ડિસેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ રહ્યું છે.

Read About Weather here

ત્યારે ટિકૈતે સંસદભવન સુધી ટ્રેકટર કુચનો કાર્યકમ પણ જાહેર કર્યો છે. સંસદ સત્ર ચાલુ રહે ત્યાં સુધી દરરોજ 500 ખેડૂતો સંસદભવનની સામે ધરણા કરશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here