દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો અવતાર મળતા ખળભળાટ: ભારતમાં એલર્ટ જાહેર

સિંગાપોર-થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓ માટે કોરોના નેગેટીવ રિપોર્ટ ફરજીયાત
રાજકોટ શહેરમાં બપોર સુધીમાં 401 કેસ

આરોગ્ય તંત્રને સાવધ રહેવા સરકારનો આદેશ: દક્ષિણ આફ્રિકાથી આવતા તમામ મુસાફરોનું સઘન પરીક્ષણ કરવા તાકીદ: બ્રિટન અને ઈઝરાઈલ દ્વારા દક્ષિણ આફ્રિકાની યાત્રા પર પ્રતિબંધ


દક્ષિણ આફ્રિકા અને બોટ્સવાનામાં કોરોના મહામારીનો નવું સંસ્કરણ જોવા મળતા વિશ્વભરમાં ચિંતા પ્રસરી વળી છે. ભારતમાં એલર્ટ જાહેર કરાયું છે. જયારે બ્રિટન અને ઇઝરાયેલ દ્વારા એમના નાગરિકો માટે દક્ષિણ આફ્રિકા પ્રવાસની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

ભારતમાં દક્ષિણ આફ્રિકાથી આવતા એકેએક મુસાફરોનું સઘન અને કડક પરીક્ષણ કરવા કેન્દ્ર સરકારે આરોગ્યતંત્ર અને તમામ એરપોર્ટ ઓથોરીટીને આદેશ આપ્યો છે.

નવા કોરોના વેરીયેન્ટનાં કિસ્સા મળતા વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ની તાકીદની બેઠક આજે મળી રહી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

દક્ષિણ આફ્રિકા અને આફ્રિકાખંડમાં કોરોનાનો નવો અવતાર ઝડપથી ચેપ ફેલાવી રહ્યો છે. નવા સંસ્કરણ પર કોરોના રસીની કેવી અસર થાય છે અને નવા સંસ્કરણનાં ફેલાવાને કઈ રીતે અટકાવી શકાય એ અંગે ઈમરજન્સી બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.

કોરોનાનો નવો પ્રકાર ચિંતાજનક છે કે કેમ એ અભ્યાસબાદ નક્કી કરવામાં આવશે. અત્યાર સુધીનાં અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે, નવું કોવિડ વેરીયેન્ટ પણ અલગ-અલગ રૂપ બદલી રહ્યું છે. જેનાથી સંક્રમણ પ્રસરી રહ્યું છે.

દરમ્યાન ભારતે આફ્રિકાના નવા કોરોના રૂપનાં અહેવાલોનાં પગલે તમામ રાજ્યોને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. આફ્રિકાથી આવતા તમામ મુસાફરોનું સઘન તબીબી પરીક્ષણ કરવાનો પણ આદેશ અપાયો છે.

Read About Weather here

કેન્દ્રનાં ગૃહ સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, બોટ્સવાના, દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગથી આવનારા તમામ આંતરાષ્ટ્રીય મુસાફરોનું ઊંડું અને સઘન તબીબી પરીક્ષણ કરવામાં આવશે. નવા સંસ્કરણનાં અનેક રૂપ જોવા મળ્યા છે એટલે તેને વધુ ગંભીર માનવામાં આવી રહ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here