હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા જ પડશે કહી ડોક્ટર અને સ્ટાફને માર્યા

હોસ્પિટલ
હોસ્પિટલ

ધીરજ ગુમાવી હોય તેમ શહેરના એસટી બસ સ્ટેશન પાછળ આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં રવિવાર રાતે દર્દીને દાખલ કરવા જ પડશે

રાજકોટની સત્કાર કોવિડ હોસ્પિટલમાં દર્દીના સગાઓની ધીરજ ખૂટી હોય તેમ ડોક્ટર અને સ્ટાફને માર મારવામાં આવ્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. દર્દી સાથે આવેલા ૩ શખ્સોએ દર્દીને દાખલ કરવા જ પડશે તેમ કહૃાું હતું. પરંતુ ડોક્ટરે કહૃાું કે, બેડની વ્યવસ્થા નથી, ઓક્સિજનની લાઇનવાળા બેડ ઉપલબ્ધ નથી. તેમજ સ્ટાફનો પણ અભાવ છે. આથી ત્રણેય શખ્સ ઉશ્કેરાયા હતા અને બેફામ ગાળો ભાંડી ડોક્ટર અને સ્ટાફ પર હુમલો કર્યો હતો. જોકે સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ છે.
રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં હજુ પણ કોરોના દર્દીઓ માટે બેડ મેળવવાનો પ્રશ્ર્ન વિકટ છે.

Subscribe Saurashtra Kranti here

ઓકિસજનના બાટલા અને રેમડેસિવિર ઇન્જેકશન માટે પણ દર્દીઓના સગા હેરાન પરેશાન થઇ રહૃાા છે. અનેક લોકો હાલાકીઓનો સામનો કરી રહૃાાં છે. ત્યારે હવે ધીરજ ગુમાવી હોય તેમ શહેરના એસટી બસ સ્ટેશન પાછળ આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં રવિવાર રાતે દર્દીને દાખલ કરવા જ પડશે. તેવું કહી ત્રણ શખ્સોએ હોસ્પિટલના ડોક્ટરને ગાળો ભાંડી તેમની ફરજમાં અડચણ ઉભી કરી ઢીકાપાટુનો માર મારી તેમજ વચ્ચે પડેલા સ્ટાફના ત્રણ કર્મચારીઓને પણ માર માર્યો હતો.

બાદમાં ત્રણેય શખ્સે ધમકી આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલ કેમ ચાલુ રાખો છો, પતાવી દઇશ, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લ્યો. આથી આ મામલો પોલીસ સુધી પહોંચતાં આર. આર. હોટેલવાળા તરીકે ઓળખાણ આપનાર શખ્સ સહિત ત્રણ જણા સામે ગુનો નોંધાયો છે.

Read About Weather here

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કાલાવડ રોડ પુષ્કરધામ મેઇન રોડ પાસે શિવધામ સોસાયટી-૧માં રહેતાં અને એસટી બસ સ્ટેશન પાછળ કનક રોડ પર સત્કાર હોસ્પિ.માં ફરજ બજાવતાં ડો. અમર જગદીશભાઇ કાનાબારની ફરિયાદ પરથી દિવ્યરાજિંસહ ઝાલા અને બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૪૫૨, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા એપેડેમિક ડીસીઝ એક્ટ ૧૮૯૭ તથા સુધારા-૨૦૨૦ની કલમ ૩ (૧-એ) (૨), ૬ (૨) (૨) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here