ઉજ્જૈનમાં 10 મિનિટમાં 11.71 લાખ દિવડા પ્રગટાવ્યા

ઉજ્જૈનમાં 10 મિનિટમાં 11.71 લાખ દિવડા પ્રગટાવ્યા
ઉજ્જૈનમાં 10 મિનિટમાં 11.71 લાખ દિવડા પ્રગટાવ્યા

ગીનેસ બુકમાં વિશ્વ વિક્રમ તરીકે પૂજાવિધિને સ્થાન

એકસાથે લાખો માટીનાં દિવડાથી નગર ઝળહળી ઉઠ્યું: મહાશિવરાત્રીની અનોખી ઉજવણીનો અનોખો વિશ્વ વિક્રમ

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પરિવારની ખાસ હાજરી

મહાકાલનાં એકમાત્ર મંદિરનાં તીર્થસ્થાન તરીકે વિખ્યાત ઉજ્જૈનમાં મહાશિવરાત્રી પર્વ નિમિતે અનોખી ઉજવણી કરીને નવો વિશ્વ વિક્રમ સ્થાપવામાં આવ્યો હતો. મહાશિવરાત્રી પર્વ નિમિતે માટીનાં એકસાથે 11.71 લાખ દિવડાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

આ સિધ્ધિ નિહાળવા માટે ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ખાસ ટીમ પણ હાજર રહી હતી. વિશ્વ વિક્રમ તરીકે ગીનેસ બુકમાં શિવજ્યોતિ અર્પણ મહોત્સવની નોંધ કરવામાં આવી હતી અને વિશ્વ વિક્રમનું સર્ટીફીકેટ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને સુપ્રત કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી ચૌહાણ અને એમના ધર્મપત્ની સાધના સિંઘે સૌપ્રથમ ૧૧ દિવડા પ્રગટાવ્યા હતા. ત્યારબાદ હજારો શિવભક્તોએ એકસાથે માટીનાં દિપ પ્રગટાવતા ઉજ્જૈન ઝળહળી ઉઠ્યું હતું. પાંચ ડ્રોન કેમેરાથી આ વિધિનો વિડીયો લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાકાલ મંદિરે ભક્તોનો જંગી માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

એકલા મંદિર પરિસર પર 51 હજાર દિવડા એકસાથે પ્રજ્વલીત કરવામાં આવ્યા હતા. પર્યાવરણનાં રક્ષણને ધ્યાનમાં રાખીને માટીનાં દિવડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિવડામાં બચેલું તેલ ગૌશાળાઓમાં અર્પણ કરવામાં આવશે. જયારે દિવડાની માટીનો મૂર્તિ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવશે.

Read About Weather here

દિવડા પ્રગટાવવા માટે ૧૪ હજાર વોલન્ટીયર ભક્તોને દિપ પ્રાગટ્ય માટે મેદાનમાં ઉતારવા માટે આવ્યા હતા.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here