યુધ્ધમાં સેંકડો લોકોનો બચાવ કરવામાં ગુજરાતી રેસ્ટોરાં માલિકની સાહસભીની ભૂમિકા…

યુધ્ધમાં સેંકડો લોકોનો બચાવ કરવામાં ગુજરાતી રેસ્ટોરાં માલિકની સાહસભીની ભૂમિકા...
યુધ્ધમાં સેંકડો લોકોનો બચાવ કરવામાં ગુજરાતી રેસ્ટોરાં માલિકની સાહસભીની ભૂમિકા...

ભારતીયો સહિત દરેક ફસાયેલા નાગરિકો માટે ગુજરાતનાં મનીષ દવેએ દ્વાર ખોલ્યા

કીવમાં એકમાત્ર ભારતીય રેસ્ટોરાં સાથિયા બન્યું તારણહાર

રશિયાનાં ભયાનક આક્રમણથી હચમચી રહેલા યુક્રેનની રાજધાની કીવમાં એક ગુજરાતીએ માનવતાની મશાલ પ્રગટાવીને હજારો લોકોનાં જાન બચાવી એ કહેવત સાર્થક કરી છે કે, ‘જ્યાં- જ્યાં વસે ગુજરાતી, ત્યાં- ત્યાં સદાકાળ ગુજરાત’: યુધ્ધ ગ્રસ્ત કીવમાં રેસ્ટોરાં ચલાવતા મૂળ ગુજરાતનાં ૫૨ વર્ષીય સાહસિક મનીષ દવેએ ફસાયેલા લોકો માટે એમના રેસ્ટોરાંનાં દ્વાર ખોલી નાખ્યા છે.

આ રીતે એમના રેસ્ટોરાંનું સાથિયા નામ એમને સાર્થક કરી બતાવ્યું છે.

યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ રેસ્ટોરાં ખોલવામાં આવ્યું હતું. પરંતુ યુધ્ધ ફાટી નીકળતા હાલ આ રેસ્ટોરાં બંધ છે. જેને આ સાહસિક ગુજરાતી મનીષ દવેએ લોકો માટે આશ્રયસ્થાન બનાવી નાખ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

માત્ર ભારતીયો નહીં કોઈપણ નાગરિકને બચવા માટે રેસ્ટોરાંમાં પ્રવેશ આપી આશરો આપવાની સાથે- સાથે મનીષ દવે ભોજન પણ પીરસે છે. બોમ્બ, રોકેટનાં વરસતા વરસાદ વચ્ચે લોકોનાં જાન બચાવવા માટે ઝઝૂમી રહેલા આ ગુજરાતી સાહસિકની ગાથા વિશ્વનું ધ્યાન તો ખેંચી રહી છે પણ ગુજરાત અને ભારતને પણ ગૌરવ અપાવી રહી છે.

મનીષ દવેએ બધાને ટેલીગ્રામ સંદેશો આપ્યો છે કે, ભારતનાં કે કોઈપણ દેશના નાગરિક માટે મારૂ રેસ્ટોરાં ખુલ્લું છે. બચવા માટે મેં મારા રેસ્ટોરાંને તૈયાર કર્યું છે. કોઈને કોઈ સલામત જગ્યા ન મળે તો મારા રેસ્ટોરાંનાં ભોય તળિયા સુધી આવી શકે છે.

Read About Weather here

અમે આવનારા બધાને ભોજન પણ પીરસવાના પ્રયાસો કરી રહ્યા છીએ. સલામ છે આ નરબંકા ગુજરાતીને.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here