ઈટાલીમાં નવા વર્ષે સેંકડો પક્ષીઓના મોત, અપશુકનની આશંકાએ લોકોમાં ફફડાટ

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે ૨૦૨૧ની સાલ વિશ્ર્વભરના લોકો માટે નવી આશા અને અપેક્ષાઓ લઈને આવી છે. નવા વર્ષના સ્વાગતની ઉજવણીમાં દૃુનિયા મસ્ત હતી ત્યારે ઈટાલીના શહેર રોમમાં હજારોની સંખ્યામાં અબોલ પક્ષીઓના જીવ ગયા છે. રોમમાં નવા વર્ષના સ્વાગત વખતે આકાશમાં ખૂબ આતશબાજી થઈ હતી, જેનો શિકાર હવામાં ઉડી રહેલા પક્ષીઓ બન્યા હતા. જોતજોતામાં સ્થિતિ એવી થઈ કે, રોમના રસ્તા મૃત પક્ષીઓના શબથી ભરાયા હતા. હવામાં મુક્તપણે ઉડતાં પક્ષીઓની આવી સ્થિતિ જોઈને જીવદૃયાપ્રેમીઓની આંખો ભીની થઈ હતી. તો ઘણાં લોકો નવા વર્ષે અપ્રિય ઘટના બનવાની આશંકાથી ફફડી રહૃાા છે.

નવા વર્ષના સ્વાગતમાં રોમમાં જોરદાર આતશબાજી કરવામાં આવી અને રોડ પર ખૂબ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. રોમ શહેરના મધ્યમાં આવેલો ભાગ આતશબાજીનું કેંદ્ર બન્યો હતો. આ આતશબાજીનો શિકાર એ સમયે ત્યાં રહેલા પક્ષીઓ બન્યા હતા. મીડિયામાં વહેતા થયેલા અહેવાલો પ્રમાણે, આતશબાજીના કારણે આ પક્ષીઓને હાર્ટ અટેક આવ્યો અને તેમનાં મોત થયા. હજારોની સંખ્યામાં નાના-નાના પક્ષીઓની લાશો રોમના ઘણા વિસ્તારોમાં જોવા મળી. રોમના ટેરમિની ટ્રેન સ્ટેશન પાસે આ લાશોને જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા લોકો હેબતાઈ ગયા હતા. આ તરફ પશુ અધિકાર માટે કામ કરતાં લોકોનું કહેવું છે કે, નવા વર્ષે થયેલી આતશબાજીથી આ પક્ષીઓ ગભરાઈ ગયા અને તેમના મોત થયા છે.

ઈટાલીના અધિકારીઓએ લોકોને પશુ-પક્ષીઓનું ધ્યાન રાખવાનું કહૃાું હતું પરંતુ નવા વર્ષના ઉન્માદમાં લોકો બધું જ ભૂલી ગયા. પરિણામે હજારો અબોલ પક્ષીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. રોમની ઘટનાનો એક વિડીયો વાયરલ થઈ રહૃાો છે જેમાં એક શખ્સ કહે છે કે, ’આ માણજાતનું સૌથી ઘૃણાસ્પદ કૃત્ય છે. આ આતશબાજીના કારણે હજારોની સંખ્યામાં પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. વિશ્ર્વાસ નથી આવતો સંખ્યા કેટલી વધારે છે.’ ટેક્સી ચલાવતો ડિઆગો નામનો વ્યક્તિ આ ઘટનાનો પ્રત્યક્ષદર્શીએ હતો. તેણે મીડિયાને કહૃાું, ’પહેલા મેં રોડ પર મરેલા પક્ષીઓ જોયા તો સમજી ના શક્યો કે આ શું છે. પછી ખબર પડી કે આ તો મૃત્યુ પામેલા પક્ષીઓ છે. તેમની સંખ્યા હજારોમાં છે. આ દ્રશ્ય ખૂબ દુ:ખદ હતું. આ ઘટના રાતના ૧૨.૪૦ કલાકની આસપાસની છે.