અરે ભગવાન…. પતિએ પત્નીને પ્લેનમાંથી ફેંકી દીધી..!!

એક માસમાં 32 હજાર મુસાફરોએ મુસાફરી કરી…
એક માસમાં 32 હજાર મુસાફરોએ મુસાફરી કરી…

આજકાલ  દુનિયામાં ન જાણે કેટકેટલાક ક્રાઇમ થતાં સંભાળ છે કે પછી આપણને જોવા મળે છે. અકસ્માત હોય કે પછી આપઘાત કેટકેટલાક કિસ્સા રોજબરોજ ક્યાંકને જગ્યાએ જોવા મળતા હોય છે.

ક્યાંક આકસ્મિત રીતે અકસ્માત સર્જાય છે તો ક્યાંક વળી કોઈ કારણોસર જીવનથી કંટાળી અથવા તો આર્થિક સંકળામણથી લોકો આપઘાત કરતાં  હોય છે. તો પછી ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજાનું મારણ કરતી જોવા મળે છે. તેમાં પણ મર્ડરના કિસ્સાઑ તો આપણેને અચંબામાં મૂકી દે તેવા હોય છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

 જેમ કે, સગા  ભાઈએ સગા ભાઈએ મારી નાખ્યો, પાડોશી સાથે માથાકૂટ થતાં એકબીજા સામસામે આવી ગયા વગેરે વગેરે આવા અનેક કિસ્સાઑ બનતા હોય છે.

પરંતુ આ બનેલી ઘટના તો કઇંક અલગ જ ગણાવી શકાય, કે જે સંભાળીને આશ્ચર્ય થઈ જાય. કે કોઈ આવું પણ કરી શકે છે.

અમેરિકામાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. હકિકતમાં અમેરિકાના એક પૂર્વ પ્લાસ્ટિક સર્જનને વર્ષ 1985માં પોતાની પત્નીની હત્યાનો દોષી જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટની સામે એ વાત રોબર્ટ બિરેનબામે સ્વિકાર કર્યું છે કે, તેમણે જ તેમની પત્નીની હત્યા કરી છે.

જોકે તેમણે તેની પત્ની ની હત્યા કેમ કરી તે વધુ ચોંકાવનારુ છે. બિરેમબામે કોર્ટમાં જણાવ્યું કે, ઘટનાના દિવસે પત્ની ગેલ કાટ્ઝ મારા કાનની પાસે જોર જોરથી રાડો પાડી રહી હતી. તેના આ વર્તનથી મને તેના પર ખૂબ જ ગુસ્સો આવી ગયો.

મે ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી. પછી લાશને ચાલુ ફ્લાઈટમાં દરિયામાં ફેકી દીધી. એક રિપોર્ટ પ્રમાણે રોબર્ટ બિરેનબામે કહ્યું, હું તેને શાંત કરાવવા માગતો હતો. હું ઈચ્છતો હતો કે તે મારા પર રાડો પાડવાનું બંધ કરે.

પરંતુ તે બંધ ન થતા મે તેના પર એટેક કરી દીધો અને તે બેભાન થઈ ગઈ, ત્યાર બાદ હું તેની ડેડ બોડીને હવાઈ જહાસથી સમુદ્રની ઉપર લઈ ગયો.

ફ્લાઈટનો દરવાજો ખોલ્યો અને મૃતદેહને દરિયામાં ફેંકી દીધો. પૂર્વ પ્લાસ્ટિક સર્જન એક અનુભવી પાયલટ પણ હતો. બિરેનબામે કોર્ટને કહ્યું કે, તે સમયે તે મેચ્યોર ન હતો અને મને ખબર નહોતી કે ગુસ્સા પર કેવી રીતે કંટ્રોલ કરવો.

Read About Weather here

 રોબર્ટ બિરેનબામને દોષી જાહેર કરતા મેનહટ્ટનના એક પૂર્વ મદદનીશ જિલ્લા અટોર્ની ડેન બિબે કહ્યું કે, પોતાને ડોક્ટર ગણાવતો આ વ્યક્તિ એક મનોરોગી હતો.

રોબર્ટની આ કબુલાત બાદ દરેક વ્યક્તિને આંચકો લાગ્યો છે, કેમ કે, આ જ થ્યોરી ફરિયાદી પક્ષના વકીલે વર્ષ 2000માં કોર્ટની સામે રજૂ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here