અબજો ડૉલરના ખનીજોનો લાભ લેવામાં પાક નિષ્ફળ : વડાપ્રધાનની ભારત સાથે વાત કરવા આડકતરી રજૂઆત

અબજો ડૉલરના ખનીજોનો લાભ લેવામાં પાક નિષ્ફળ : વડાપ્રધાનની ભારત સાથે વાત કરવા આડકતરી રજૂઆત
અબજો ડૉલરના ખનીજોનો લાભ લેવામાં પાક નિષ્ફળ : વડાપ્રધાનની ભારત સાથે વાત કરવા આડકતરી રજૂઆત
પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાં ફસાયું છે ત્યારે વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે વાતચીત શરૂ કરવા રજૂઆત કરી છે. શરીફે ભારત તરફ ઈશારો કરતા કહ્યું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી. અમે પાડોશી દેશ સાથે વાત કરવા તૈયાર છીએ. અમે કોઈ વિરુદ્ધ કાવતરા નથી રચતા.પાકિસ્તાની મીડિયાના અહેવાલો પ્રમાણે, ઈસ્લામાબાદમાં પાકિસ્તાન ખનીજ શિખર સંમેલનને સંબોધન કરતા શરીફે ભારતનું નામ લીધા વિના કહ્યું કે ‘અમને કોઈ સામે ફરિયાદ નથી. આપણે આપણા દેશનું નિર્માણ કરવાનું છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યાં સુધી કહું છું કે અમે તો પાડોશી દેશ સાથે વાત કરવા પણ તૈયાર છીએ. જોકે તેઓ દરેક મામલે ચર્ચા કરવા ગંભીર હોવા જોઈએ તે પહેલી શરત છે.’આ પ્રસંગે શાહબાઝ શરીફે કબૂલાત કરી હતી કે, પાકિસ્તાનના ખસ્તાહાલ માટે આપણે બીજાને જવાબદાર ના ઠેરવી શકીએ. પાકિસ્તાનમાં છ ટ્રિલિયન ડૉલરનો ખનીજ ભંડાર છે અને છતાં તેનો લાભ ઉઠાવવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. પાકિસ્તાનની સ્થાપનાથી અત્યાર સુધીની યાત્રા હચમચાવી મૂકનારી છે.

Read About Weather here

હવે કોઈ યુદ્ધ નહીં લડવાનો સંકેત આપતા શરીફે કહ્યું કે ‘યુદ્ધ વિકલ્પ નથી. પાકિસ્તાન પરમાણુ શક્તિ છે. આ ક્ષમતા આક્રમક ભૂમિકા માટે નહીં પણ સુરક્ષાના હેતુથી વિકસાવાઈ છે. આપણે છેલ્લા 75 વર્ષમાં ત્રણ યુદ્ધ લડ્યા છીએ, જેનાથી ગરીબી-બેકારી વકરી છે અને વિવિધ સ્રોતોની પણ અછત સર્જાઈ છે. જો પરમાણુ યુદ્ધ થઈ જાય તો શું થયું હતું એવું કહેવા જીવિત કોણ રહેશે? આ વિકલ્પ નથી.’

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here