અપરાધને ડામવા યુ.પી પોલીસની નવતર યુક્તિ

અપરાધને ડામવા યુ.પી પોલીસની નવતર યુક્તિ
અપરાધને ડામવા યુ.પી પોલીસની નવતર યુક્તિ

પગમાં ગોળીઓ મારી 3300 અપરાધીઓને લંગડા બનાવ્યા!

ઉતર પ્રદેશમાં અપરાધીઓ અને અપરાધી તરણને ડામવા માટે પોલીસે એક અલગ પ્રકારની અને વિચિત્ર નીતિ અપનાવી છે. અપરાધીઓનું એન્કાઉન્ટર કરવાને બદલે પગમાં ગોળીઓ મારીને ગુંડાઓને લુલા-લંગડા કરી નાખવામાં આવ્યા છે.

યુ.પી પોલીસે આ રીતે 8472 એન્કાઉન્ટર કર્યા છે. તે પૈકી 3302 અપરાધીઓ પગમાં ગોળીઓ લાગવાથી લંગડા થઇ ગયા છે. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 246 ગેંગસ્ટર માર્યા ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગાઝીયાબાદમાં લૂંટનાં ગુનામાં વોન્ટેડ અફ્શારુન નામનું એક અપરાધી પગમાં ગોળી લાગવાને કારણે પકડાય ગયો હતો. તેના માથા પર રૂ.50 હજારનું ઇનામ હતું.

આવો જ કિસ્સો બહેરાઈચના મણીરામનો છે. લુંટફાટ અને ધાડનાં 35 કેસોમાં વોન્ટેડ મણીરામ ઉપર પર રૂ.50 હજારનું ઇનામ હતું. એ પણ પગમાં ગોળી લગતા પકડાઈ ગયો હતો.

નોઇડાના ગૌતમબુધ્ધ નગરમાં હત્યાનો અપરાધી સચિન ચૌહાણ પણ એ જ પધ્ધતિથી પોલીસે ઝડપી લીધો હતો. બળત્યારનો એક અપરાધી પરશુરામ પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો ત્યારે તેના પગને ગોળી મારી પોલીસે ઝડપી લીધો હતો.

Read About Weather here

પોલીસે અપરાધીઓને પકડવાની આ પધ્ધતિને ગુપ્ત રીતે ‘ઓપરેશન લંગડા’ એવું નામ આપ્યું છે. ભાજપની સરકાર યુ.પી માં આવી ત્યારેથી આ નીતિ અમલમાં મુકવામાં આવી છે. રેકડ પર આટલા લંગડા અપરાધી બતાવવામાં આવ્યા છે. બીજા અનેક હોઈ શકે છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here