હવામાન ખાતાની આગાહી: ગરમીના નવા રેકોર્ડ સર્જાશે…!

હવામાન ખાતાની આગાહી: ગરમીના નવા રેકોર્ડ સર્જાશે...!
હવામાન ખાતાની આગાહી: ગરમીના નવા રેકોર્ડ સર્જાશે...!

ગુજરાત માર્ચમાં જ ધગધગી જશે

ગુજરાતમાં માર્ચથી મે સુધીમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડશે, ગંગા કાંઠાનાં રાજ્યો અને દક્ષિણ ભારતમાં ઓછી ગરમીની શક્યતા

આ ઉનાળામાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે કહ્યું હતું કે બે મહિનામાં પશ્ચિમ અને એનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની ઘણી વધુ શક્યતા છે.

 હવામાન વિભાગ અનુસાર, મહત્તમ તાપમાન સામાન્યથી 6.5 ડીગ્રી સેલ્સિયસથી વધુ રહેતાં ગંભીર લૂ જાહેર કરવામાં આવે છે. IMDએ એવું પણ કહ્યું છે કે ભારતમાં શિયાળામાં 44 ટકા વધુ વરસાદ નોંધાયો છે. દેશમાં ફેબ્રુઆરીમાં ભારે વરસાદની 15 ઘટના નોંધાઈ, જે ચાર વર્ષમાં સૌથી ઓછી છે. 2021 અને 2020માં 18 વખત વરસાદ નોંધાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

હવામાન વિભાગે કહ્યું હતું કે, ઉત્તરના મેદાની વિસ્તારોમાં જોકે માર્ચ મહિનામાં લૂ અને ગરમ પવન ફૂંકાવાની શક્યતા નહિવત છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુતમ તાપમાન સામાન્યથી વધુ રહેવાનું અનુમાન છે.

મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રી સેલ્સિયસથી વધુ રહેવા અને સામાન્યથી ઓછામાં ઓછું 4.5 ડીગ્રી વધુ રહેતાં લૂ ફૂંકાવાની સ્થિતિ માનવામાં આવે છે.

રાજસ્થાન, ગુજરાત તથા મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ, મેમાં કાળઝાળ ગરમી પડશે. તથા ઘણા દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં 5થી 6 ડીગ્રી વધારે રહેશે. ગુજરાત, રાજસ્થાનના પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાં આ ઉનાળે ગરમીના નવા રેકોર્ડ સર્જાઈ શકે છે.

કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા લદાખમાં ઉનાળામાં સરેરાશ કરતાં વધુ તાપમાન રહેશે.

Read About Weather here

IMD મુજબ માર્ચમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં તાપમાન સામાન્યથી વધારે રહેવાની શક્યતા છે. વિભાગે કહ્યું હતું કે, આ અવધિ દરમિયાન હિંદ-ગંગાક્ષેત્રના મેદાની વિસ્તારોમાં લૂનો કહેર સામાન્યથી ઓછો રહેવાનું અનુમાન છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here