આજથી શરૂ થનારાં સંસદના ‘વિશેષ સત્ર’ પૂર્વે સવારે સવા દસ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાનથી શરૂ કરી જી-૨૦ સહિત અનેકવિધ મુદ્દાઓ ઉપર મીડીયા સાથે વાત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આવતીકાલથી નવા સંસદભવનમાં આ સત્ર તેના બીજા દિવસથી આગળ ચાલવાનું છે. ૧૮થી ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ‘વિશેષ સત્ર’માં ઘણા મહત્વનાં મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. તેમ કહેતાં વડાપ્રધાને મીડીયાને જણાવ્યું હતું કે, ‘ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે. તેથી ગણેશ ચતુર્થીના દિવસે જ આપણે નવા સંસદ ભવનમાં પ્રવેશીશું.’ આ ઐતિહાસિક સંસદભવનમાં સંસદની બેઠકનો આ આખરી દિવસ છે, તેમ કહેતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભલે તેની રચના વિદેશીઓએ કરી હોય, પરંતુ તેમાં શ્રમ કરનારા તો આપણા દેશવાસીઓ જ હતા.
Read Saurashtra Kranti E-Paper here
વડાપ્રધાને વધુમાં કહ્યું આ જૂનું સંસદ ભુવન પણ આપણા માટે પ્રેરણા સ્રોત બની રહ્યું છે. તેમાં ઉત્તમમાંથી ઉત્તમ લોકતાંત્રિક પરંપરાઓનું સર્જન થયું છે. તેમાં દરેક વ્યક્તિએ સક્રિયતાથી યોગદાન આપ્યું છે અને સાક્ષીભાવથી તે જોયું છે. અમે ભલે નવા ભવનમાં જઈશું પરંતુ જૂનું ભવન યાને આ ભવન પણ આવતી પેઢીઓ માટે હંમેશાં પ્રેરણારૂપ બની રહેશે.વડાપ્રધાન આજનું સત્ર શરૂ થતાં પહેલાં મીડીયા સાથેની વાતચીતમાં સંસદમાં ૭૫ વર્ષ દરમિયાન મહિલાઓએ આપેલા યોગદાનની પણ પ્રશંસા કરી હતી, અને કહ્યું હતું કે હજી સુધીમાં ૬૦૦થી વધુ મહિલાઓએ તેઓનું યોગદાન આપ્યું છે.
Read National News : Click Here
સૌથી વધુ ઉલ્લેખનીય તે છે કે વડાપ્રધાને સ્વાતંત્ર્ય પછીના પહેલા જ પ્રવચનમાં દેશના સર્વ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ કહેલા શબ્દો અને વાજપેયીજીએ તેઓના વડાપ્રધાન તરીકેનાં પ્રથમ પ્રવચનમાં કહેલા વાક્યો ‘સરકાર તો આયેંગી, જાયેંગી, પાર્ટીયાં બનેગી બીગડેગી, મગર યહ દેશ રહના ચાહીએ,’ તેમ આજના સત્રનાં પ્રારંભમાં જ કરેલા પ્રવચનમાં કહેતા સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ સાથે તેઓએ લાલબહાદુર શાસ્ત્રી અને મનમોહન સિંહના પ્રદાનો પણ યાદ કર્યાં હતાં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here