
રાજસ્થાનના કોટા જિલ્લાના રહેવાસી એન્જિનિયર સુરજીત સ્વામી સાથે બની હતી અને તેમને કારણે જ ૩ લાખ લોકોને ફાયદો થયો છે. સુરજીત સ્વામી રેલવે પાસેથી ૩૫ રૂપિયાનું રિફન્ડ મેળવવા માટે ૫ વર્ષ સુધી કોર્ટમાં કેસ લડ્યો હતો અને અંતમાં તેની જિત થઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
પૂરી વાત વિસ્તારથી જણાવવાની થાય તો એ એવી છે કે સુરજીત સ્વામીએ કોટાથી દિલ્હી જવા માટે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં ટિકિટ બુક કરાવી હતી. પહેલી જુલાઈથી જીએસટીનો નવો નિયમ અમલમાં આવ્યો હતો. પરંતુ નિયમ લાગુ થતાં પહેલાં તેણે પોતાની આ ટિકિટ કેન્સલ કરાવી દીધી હતી. ટિકિટની કિંમત ૭૬૫ રૂપિયા હતી. કેન્સલેશનને કારણે ૧૦૦ રૂપિયા કાપવામાં આવ્યા હતા અને ૬૬૫ રૂપિયા રેલવેએ પરત કર્યા હતા. પરંતુ એની સાથે સાથે જીએસટી માટે ૩૫ રૂપિયા પણ વસૂલવામાં આવ્યા હતા જયારે કે સુરજીત સ્વામીએ જીએસટી લાગુ થયા પહેલા ટિકિટ કેન્સલ કરાવી દીધી હતી.પરંતુ આ વાત આટલેથી જ નહિ અટકતી. રેલવેએ સુરજીતને પૈસા પાછા આપ્યા પરંતુ ૩૫ રૂ.ની જગ્યાએ ૩૩ રૂ.ત્યાર પછી સુરજીતે પાછુ પોતાના બે રૂપિયા મેળવવા માટે, ૩ વર્ષ સુધી કેસ લડ્યો. આખરે તેને કેસ જીતી લીધો અને તેની સાથે બાકીના ૨.૯૮ લાખ લોકોને ૨ રૂપિયા પાછા મળ્યા. પરંતુ સુરજીત સ્વામીએ પીએમ કેસ ફંડમાં ૫૩૫ રૂપિયા ડોનેશનમાં આપી દીધા હતા.સુરજીત સ્વામીએ પોતાની પાસેથી વસૂલવામાં આવેલા ૩૫ રૂપિયા પાછા મેળવવા માટે વડા પ્રધાન, રેલવે પ્રધાન, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, જીએસટી કાઉન્સિલ અને નાણા પ્રધાનને ટેગ કરીને અનેક વખત ટ્વીટ પણ કર્યું હતું.
Read About Weather here
સુરજીતના ટ્વીટને કારણે ૨.૯૮ લાખ લોકોને ૩૫-૩૫ રૂપિયા પાછા મળ્યા છે. આ માટે સુરજીતે રેલવે અને નાણા મંત્રાલયને આરટીઆઈ મોકલીને લડત શરૂ કરી હતી. આપણને ઘણી વખત સરકારી કામકાજના કડવા અનુભવો થયા જ હશે. સરકારી કામમાં થતી અનેક ભૂલો તરફ આપણે દુર્લક્ષ કરીએ છીએ. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ સરકારી કામમાં કરેલી કેટલીક ભૂલો પર ધ્યાન આપે છે અને પોતાના હક માટે વર્ષો સુધી થાક્યા હાર્યા વિના લડે છે. આજે આપણે અહીં આવી જ એક ઘટના વિશે વાત કરીશું. જેમાં રેલવેએ તેના કામમાં કરેલી ભૂલને કારણે રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here