રામ વનમાં ફૂડ કોર્ટ શરૂ કરાશે…

રામ વનમાં ફૂડ કોર્ટ શરૂ કરાશે...
રામ વનમાં ફૂડ કોર્ટ શરૂ કરાશે...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક 47 એકર જમીનમાં અંદાજિત રૂ.13.77 કરોડના ખર્ચે નવનિર્મિત “રામ વન” – ધ અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ ગત તા.17 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભગવાનશ્રી રામની પ્રતિમાને વંદન કરીને રામવનનું વિહંગાવલોકન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

મનપાના એક એનદાજ મુજબ રામ વનની મુલાકાતે પ્રથમ દિવસે 50 હજાર અને બીજા દિવસથી 40-50 હજાર મુલાકાતીઓએ મુલાકત લીધી હતી. તા.28 ઓગસ્ટ સુધી રામવનમાં મુલાકાતીઓએ ફ્રી માં મુલાકાત લીધી હતી.

રામ વનમાં ફૂડ કોર્ટ શરૂ કરાશે... ફૂડ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામ વનમાં ટિકિટ લાગુ કરવામાં આવ્યા બાદ મુલાકાતીઓની સંખ્યા ઘટી જશે તેમ હતું પરંતુ ધસારો યથાવત રહ્યો છે.

રામ વનમાં ફૂડ કોર્ટ શરૂ કરાશે... ફૂડ
હવે અહીં ટૂંક સમયમાં ફૂડ કોર્ટ શરૂ કરવામાં આવશે તેમજ 47 એકરના વિશાળ રામ વનમાં ફરવા માટે પ્રદ્યુમન પાર્ક ઝૂની જેમ 14 સીટરની ક્ષમતાની બે બેટરી કાર મુકવા પણ ઓર્ડર અપાઇ ગયો છે.

મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે 686 બાળકો તથા 3500 યુવાનો તેમજ વડીલોએ મુલાકાત લેતા કુલ રૂ.77,000ની ટિકિટ આવક થઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ રામ વનનો પ્રતિ માસનો મેન્ટેનન્સ ખર્ચ રૂ. 5 થી 6  લાખ જેવો થશે એક મહિનાની આવક જાવકનો અંદાજ કાઢ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Read About Weather here

તાજેતરમાં પ્રદ્યુમન પાર્ક ઝૂના ફૂડ કોર્ટના સંચાલકે રામવનનું ફૂડ કોર્ટ પણ તેમને આપવા લેખિત માંગણી કરી છે પરંતુ હજુ સુધી તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. રામ વનમાં અલગ અલગ કામ અલગ અલગ એજન્સીઓને સોંપવાના બદલે કોઈ એક જ એજન્સીને સંપૂર્ણ મેઇન્ટેનન્સ સોંપવાનું આયોજન હોવાનું જાણવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here