રમેશભાઈ ટીલાળા દ્વારા ભક્તિનગરમાં અત્યાધુનિક કાર્યાલયનું લોકાર્પણ:ઉદઘાટન સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે

રમેશભાઈ ટીલાળા દ્વારા ભક્તિનગરમાં અત્યાધુનિક કાર્યાલયનું લોકાર્પણ:ઉદઘાટન સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે
રમેશભાઈ ટીલાળા દ્વારા ભક્તિનગરમાં અત્યાધુનિક કાર્યાલયનું લોકાર્પણ:ઉદઘાટન સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે
ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચુંટાયાના થોડા મહિનાઓમાં જ ‘ખરા ઓળખ પ્રસ્થાપિત કરી ચુકેલા રાજકોટ-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા વધુ વિશાળ અને અત્યાધુનિક કાર્યાલયનું નિર્માણ કર્યુ છે જેનુ ઉદઘાટન તા.4ને સોમવારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે.

Visit Saurashtra Kranti Homepage here

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ શુભેચ્છા મુલાકાતમાં કહ્યું કે મતવિસ્તારની મધ્યમાં ભક્તિનગર સોસાયટી રોડ પર જ કાર્યાલય બનાવાયુ છે જયાં પોતે ઉપરાંત સ્ટાફ સતત હાજર રહેશે. સહકારી યોજના સંબંધી માર્ગદર્શન ઉપરાંત તેના લાભ મેળવવા માટેની જરૂરી પ્રક્રિયા પણ કરી દેવામાં આવશે.પ્રજા સાથેનો સંપર્ક વધુ મજબૂત કરવા તથા પ્રજાકીય પ્રશ્નોનો સરળતાથી ઉકેલ આવહે તેવા હેતુ અને કટીબદ્ધતા સાથે આ કાર્યાલય ખોલવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીઓ પુરી થયા પછી પોતે ઉદ્યોગપતિ હોવા છતા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ તુરંત કાર્યાલય શરૂ કરી જ લીધુ હતું અને રોજ સવારે અરજદારો આવે એ પહેલા કાર્યાલય પહોંચી અનેક લોકોના પ્રશ્નો ઉકેલ્યા છે આમ છતાં લોકો વધુ સરળતાથી સંપર્ક કરી શકે તેવા હેતુથી ભકિતનગર સર્કલ પાસે આ જનસંપર્ક કાર્યાલય બનાવ્યું છે. આ જનસંપર્ક કાર્યાલયમાં આધુનિક સુવિધાઓ જેવી કે, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ સુવિધા, વર્ચ્યુઅલ સભાઓ, કોન્ફરન્સ હોલ અને વિડીયો કોન્ફરન્સ હોલ બનાવવામાં આવ્યા છે.

આ સિવાય લોકો માટે જરૂરી બની ગયેલા અને ઉપયોગી એવા આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમિક કાર્ડ, જનધન કાર્ડ, વિધવા પેન્શન યોજના, આધાર કાર્ડ, આધાર મોબાઈલ લીંક, સુક્ધયા સમૃધ્ધિ યોજના, ઉજજવલા યોજના, વૃધ્ધ અને નિરાધાર પેન્શન યોજના, ઈન્ડિયન પોસ્ટ વીમા યોજના, પોસ્ટ ઓફીસ સેવીંગ બેંક ખાતું, પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના, વ્હાલી દિકરી યોજના, અનાજ પુરવઠા ફોર્મ, આઈટીઈ માટે બાળકોના ફોર્મ ભરવા, રાશન કાર્ડ અંગેના સુધારા, પેન્શન યોજના, વિદેશ અભ્યાસ લોન, ભોજન બીલ સહાય યોજના, પ્રધાન મંત્રી પેન્શન યોજના, પ્રધાન મંત્રી મુદ્રા લોન યોજના, પી.એમ. લેબર પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, બીન અનામત જાતિની યોજનાઓ, પ્રમાણપત્રો, સંકટ મોચન યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, વાહન અકસ્માત સહાય યોજના, મહિલા સમૃધ્ધિ યોજના અને તેના જેવી બીજી અનેક સરકારી યોજનાઓના લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

Read About Weather here

તેમજ આ કાર્યાલયમાં ઓનલાઈન ફોર્મ ભરી આપવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જરૂરતમંદ નાગરિકોને આ તમામ સેવા અને સુવિધાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે રમેશભાઈ ટીલાળાએ રાજય અને કેન્દ્ર સરકારમાંથી મત વિસ્તારના વિકાસ માટે અને ગ્રાન્ટ અને બીજી યોજનાઓ થકી વિકાસના કામો કર્યા છે અને આગામી દિવસોમાં જરૂરીયાત મુજબ વિકાસના અનેક કામો કરવામાં આવશે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પોતે કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે અને લોકોને સાંભળીને તેમના પ્રશ્નોના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરશે. આ કાર્યાલયમાં આવનાર કોઈ પણ વ્યકિત સીધી ધારાસભ્યને પોતાની રજૂઆત કરી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here