યુધ્ધની ઈફેક્ટ, સેન્સેક્સમાં 918 પોઈન્ટનું ગાબડું…

સેન્સેક્સમાં 469 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ધડામ
સેન્સેક્સમાં 469 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ધડામ

નિફ્ટીમાં પણ 228 પોઈન્ટનો કડાકો: પ્રાઈમ શેરોમાં ભાવ ઘટાડો

ફુગાવાનો ભય વધી જતા ક્રુડ તેલનાં ભાવો આસમાને, બેરલ દીઠ 110 ડોલર

રશિયા અને યુક્રેન વચ્ચેનાં યુધ્ધની ગંભીર અસરો ભારત સહિત વિશ્વનાં અર્થતંત્ર પર હવે થઇ રહી છે. આજે શેરબજારમાં ભારે મંદીનું વલણ જોવા મળ્યું હતું અને સેન્સેક્સમાં 918 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.

જયારે નિફ્ટી 228 અંક ઘટી જતા 17 હજારથી નીચી સપાટી પર ચાલી રહ્યો હતો. પેટ્રોલ- ડીઝલનાં ભાવમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે ક્રુડ તેલનો ભાવ બેરલ દીઠ 110 લીટર જેવો થઇ ગયો છે.

શેરબજારોમાં સવારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કડાકો બોલી ગયો હતો. 918 પોઈન્ટ ઘટીને સેન્સેક્સ 55329 અંક પર કારોબાર કરી રહ્યો છે.

જયારે નિફ્ટી 228 પોઈન્ટ ઘટીને 16565 અંક પર સ્થીર થયો છે. મુંબઈ શેરબજારનો સેન્સીટી ઇન્ડેક્ષ અત્યારે 55345 પર કામ કરી રહ્યો છે. નીચામાં નીચો 55272 થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ભારતીય શેરબજારોમાં કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઈન્ટ્સ તથા એચડીએફસી નાં શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો બીજીતરફ ટાટા સ્ટીલ, એમએન્ડએમ, રિલાયન્સ, પાવર ગ્રીડ તથા એન્ટીપીસીનાં શેરોમાં વધારો જોવા મળ્યો હતો.

Read About Weather here

યુધ્ધની અસરને કારણે વિશ્વ અને ભારતીય બજારોમાં ક્રુડ તેલનાં ભાવોમાં ભડકો થયો છે. અત્યારે ક્રુડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 110 ડોલરની સપાટી પર પહોંચી ગયો છે. બ્રેન્ટ ક્રુડનો ભાવ 111 ડોલરને આંબી ગયો છે. આવી તેજીને કારણે ભારતમાં પેટ્રોલ- ડીઝલનાં ભાવ ભડકી ઉઠશે તેમ લાગે છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here