મેકિસકોમાં બસ હાઈવેથી નીચે 131 ફૂટ ઉંડી  ખાઈમાં ખાબકતા 18 લોકોના મોત

મેકિસકોમાં બસ હાઈવેથી નીચે 131 ફૂટ ઉંડી  ખાઈમાં ખાબકતા 18 લોકોના મોત
મેકિસકોમાં બસ હાઈવેથી નીચે 131 ફૂટ ઉંડી  ખાઈમાં ખાબકતા 18 લોકોના મોત

મેક્સિકોમાં ગઈકાલે ગુરુવારે વહેલી સવારે એક બસ હાઈવેથી નીચે એક ખાઈમાં ખાબકતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ લોકો થયા હતા. આ બસમાં ભારત સહિત ડોમિનિકન ગણરાજય અને આફ્રિકી દેશોના 42 નાગરિકો પ્રવાસ કરી રહ્યા હતા.

આ અકસ્માતના બનાવ અંગે નાયરિટ સરકારે જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર બસ ચાલકની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓને એ વાતની શંકા છે કે બસ ચાલક રસ્તાના વળાંક પર ઝડપથી બસ ચલાવતો હતા અને તેના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ થઈ રહી છે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. જેમાં એક મહિલાની ગંભીર હાલત છે નાગરિક સુરક્ષા સચિવનું કહેવું હતું કે રેસ્કયુ ઓપરેશન ઘણુ કઠીન છે કારણ કે ખાઈ 131 ફૂટ ઉંડી છે