મુંબઈમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં રાજકોટની સોની બજારને 200 કિલો દાગીનાના ઓર્ડર મળ્યા

મુંબઈમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં રાજકોટની સોની બજારને 200 કિલો દાગીનાના ઓર્ડર મળ્યા
મુંબઈમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં રાજકોટની સોની બજારને 200 કિલો દાગીનાના ઓર્ડર મળ્યા
મુંબઈ ખાતે જીજેઇપીસી દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ સહિત દેશ વિદેશના 3500 સ્ટોલધારકે ભાગ લીધો છે તેમજ વિશ્વભરમાંથી મુલાકાતીઓ આવી રહ્યા છે. ત્રણ દિવસના પ્રદર્શનમાં રાજકોટની સોની બજારને 200 કિલો દાગીનાના ઓર્ડર મળ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આમ રાજકોટની સોની બજારના વેપારીઓ, કારીગરોની દિવાળી સુધરી ગઈ છે. હજુ આ ઓર્ડર મળવાની સંભાવના વધારે છે. આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં રાજકોટ, જૂનાગઢ, ગોંડલ, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના અને ગુજરાતભરના વેપારીઓએ ભાગ લીધો છે. આમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં ગુજરાતની જે માર્કેટ છે એમાં રાજકોટની સોની બજારનો 40 ટકા હિસ્સો ગણી શકાય છે.આ વખતે ચોમાસું ધાર્યા પ્રમાણેનું રહ્યું છે. જેને કારણે ખેતી અને બજારનું ચિત્ર ઊજળું છે. આ ઉપરાંત સોનું ઓલટાઈમ હાઇ રહ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી ભાવ સ્થિર છે. લોકોની ધારણા મુજબ ભવિષ્યમાં ભાવ વધે ત્યારે ઉંચા ભાવે રોકાણ-ખરીદી કરવાને બદલે અત્યારે આ બજેટમાં ખરીદી કરે તો પણ તેઓનું રોકાણ અને ખરીદી બંને નફામાં જ ગણાશે. તહેવારની સિઝન શરૂ થઈ ગઈ છે. થોડા સમય બાદ દિવાળી આવશે અને ત્યાર બાદ લગ્ન સિઝન. ત્યારે દિવાળી અને લગ્નની ખરીદીના ઓર્ડર અત્યારે જ લોકોએ આપી દીધા છે.આમ આ બધા પરિબળોને કારણે રાજકોટની સોની બજારમાં મોટા ઓર્ડર મળ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. રાજકોટની સોની બજારમાં રોજનું લાખો રૂપિયાનું સોનું વેચવાવાળાથી લઈને રોજની મજૂરીના 500 રૂપિયા કમાનાર બંને વર્ગ છે.

લગ્ન સિઝન હોય કે દિવાળી જ્યારે મોટા પ્રમાણમાં વેપાર થાય ત્યારે આ સૌ કોઈને રોજીરોટી મળતી હોય છે. આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં આવડો મોટો ઓર્ડર મળ્યો છે ત્યારે રોજગારી પર પણ તેની અસર આવશે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગણીએ તો 50 હજારથી વધુ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે. સોની બજારનું ટર્નઓવર પણ વધશે.મુંબઈ ખાતે જે એક્ઝિબિશનમાં દુબઈ, બેંગકોક સહિત વિશ્વભરના અને ભારત દેશના સાઉથ, મુંબઈ, ગુજરાતી અને સૌરાષ્ટ્રના ઝવેરીઓએ ભાગ લીધો છે. આ પ્રદર્શનમાં લાઈટ વેઈટ જ્વેલરીથી લઈને એન્ટિક અને ટેમ્પલ જ્વેલરી રજૂ થઈ છે. આ ઉપરાંત ફોન માટે સોનાના કવર પણ સ્પેશિયલ બનાવવામાં આવ્યા છે.

Read About Weather here

જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમને ભાગ લીધો છે એ વેપારીઓના જણાવ્યાનુસાર મુંબઈમાં બે જગ્યાએ સ્ટોલ રખાયા છે. મુલાકાતીઓ માટે 2થી 4 કલાકનું વેઈટિંગ છે. ખરીદી માટે લોકોથી લઈને વેપારીઓ, ઉદ્યોગપતિ, મોટા-મોટા બિલ્ડરો આવી રહ્યા છે. રાજકોટથી 40 વેપારી જોડાયા છે અત્યારે જેના ઓર્ડર નોંધાશે તેની ડિલિવરી 2-3 મહિના બાદ મળશે.મુંબઈના એક્ઝિબિશનમાં જે વેપારનો માહોલ જોવા મળ્યો એ 10 વર્ષ બાદ જોવા મળ્યો છે. આ વખતે ખરીદી વધી એના સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સહિતના પરિબળો છે. મંગળવારે પ્રદર્શન પૂર્ણ થશે. ત્યાં સુધીમાં હજુ નવા ઓર્ડર મળવાની સંભાવના છે અહીં જે કોઈ જોડાયા છે એ પોતાના ટાર્ગેટ લઈને આવ્યા હતા અને આ ટાર્ગેટ પહેલા જ દિવસે પૂરા થઈ ગયા હોવાનું વેપારી નીતિનભાઈ ઘાટલિયાએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here