મહારાષ્ટ્રમાં ગર્ડર લોન્ચીંગ મશીન તૂટી પડવાને કારણે કરુંણાતિકા સર્જાતા 17 જેટલા મજુરોના મોત

મહારાષ્ટ્રમાં ગર્ડર લોન્ચીંગ મશીન તૂટી પડવાને કારણે કરુંણાતિકા સર્જાતા 17 જેટલા મજુરોના મોત
મહારાષ્ટ્રમાં ગર્ડર લોન્ચીંગ મશીન તૂટી પડવાને કારણે કરુંણાતિકા સર્જાતા 17 જેટલા મજુરોના મોત
સમૃદ્ધિ એકસપ્રેસ હાઈવે પર નિર્માણ કાર્ય ચાલતું હતું ત્યારે ઉપરોક્ત દુર્ઘટના સર્જાઈ હતી.પોલીસે જણાવ્યું હતું કે સમૃદ્ધિ એકસપ્રેસ હાઈવે પર ગર્ડર લોન્ચીંગ મશીન તૂટી પડવાને કારણે કરુંણાતિકા સર્જાતા અને 17 જેટલા મજુરોના મોત થતા બચાવ માટે ઘટનાસ્થળે જેસીબી અને રેસ્કયુ ટીમે મોરચો સંભાળી લીધો છે.6 લોકો ફસાયા હોવાની આશંકા: એમડીઆરએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

 અત્યાર સુધીમાં 17 શબો જપ્ત કરાયા છે. જયારે 3 લોકો ઘાયલ છે. આશંકા છે કે હજુ પણ ગર્ડર નીચે કેટલાક દબાયેલા છેઅહીના શાહપુર પાસે એક ગર્ડર લોન્ચીંગ મશીન તૂટી પડતા ત્યાં કામ કરી રહેલા 17 જેટલા મજુરોના મોત થયા છે. સમૃદ્ધિ એકસપ્રેસ હાઈવે પર ત્રીજા ચરણને નિર્માણમાં મશીનનો ઉપયોગ થઈ રહ્યો હતો. શાહપુર પોલીસે આ કરુણ દુર્ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે થાણેના શાહપુર પાસે ગર્ડર લોન્ચીંગ મશીનનો ઉપયોગ સમૃદ્ધિ એકસપ્રેસ હાઈવેના ત્રીજા તબકકાના નિર્માણ માટે થઈ રહ્યો હતો. ગર્ડર મશીનને જોડતી ક્રેઈન અને સ્લેબ 100 ફુટની ઉંચાઈથી પડયા હતા. જેથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોના શબોની સાથે ઘાયલોને પણ સ્થાનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. ઘટના સ્થળે રાહત અને બચાવકાર્ય શરુ થઈ ગયા હતા.

Read About Weather here

 એનડીઆરએફના એક જવાને જણાવ્યું હતું કે પાંચ લોકો ફસાયા હોવાની આશંકા છે અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ઉલ્લેખનીય છે કે એક ખાસ પ્રપોજનવાળી મોબાઈલ ગેન્ટ્રી ક્રેન હતી. જેનો ઉપયોગ પુલ અને રાજમાર્ગ નિર્માણ અને રાજમાર્ગ નિર્માણ પ્રોજેકટસમાં પ્રીકાસ્ટ બોકસ ગર્ડર્સ સ્થાપિત કરવામાં આવે છે.અધિકારીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના મંગળવારે વહેલી સવારે મુંબઈથી લગભગ 80 કિલોમીટર દુર શાહપુર ક્ષેત્રના સરલાંબા ગામ પાસે બની હતી. સમૃદ્ધિ એકસપ્રેસ હાઈવે મુંબઈ અને નાગપુરને જોડે છે અને તે 70 કિલોમીટર લાંબો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here