ભારતીય રેલ્વેએ કરી મોટી જાહેરાત…

248
ભારતીય રેલ્વે
ભારતીય રેલ્વે

રેલ્વે મંત્રાલયે ટ્વિટ કરીને શનિવારે તેના વિશે જાણકારી આપી

હવે રિઝર્વેશન વગર પણ કરી શકશો મુસાફરી

Subscribe Saurashtra Kranti here

કોરોના કાળમાં રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. દેશમાં કોરોનાનું સંક્રમણ વધતાં રેલ મુસાફરોને ધ્યાને રાખી રિઝર્વેશન વગરની ટ્રેનો ઉતારવાનો નિર્ણય કર્યો છે. તેમાં દિલ્હી-એનસીઆરની સાથે સહારનપુ, અમૃતસર, ફિરોઝપુર અને ફઝિલ્કા સહિત કેટલાય મુસાફરોને તેનો ફાયદો થવાનો છે. 5 એપ્રિલથી મોટા ભાગની અનામત વગરની ટ્રેનો દોડતી થઈ જશે. ઉત્તર રેલએ કુલ ૭૧ આવી ટ્રેન ચાલુ કરશે, તેમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ શામેલ છે.

રેલ મંત્રાલયે ટ્વિટ કરીને શનિવારે તેના વિશે જાણકારી આપી હતી. રેલ મંત્રાલયે ટ્વીટ કર્યુ હતુ કે, રેલ્વે ભારતીય યાત્રિઓની મુસાફરીની સુવિધામાં વધારો કરતા ૫ એપ્રિલથી ૭૧ બિન આરક્ષિત ટ્રેન સેવાઓ શરૂ કરવા જઈ રહૃાુ છે. આ ટ્રેન મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક સફર આપશે. આ ટ્વીટની સાથે એક લિંક પણ આપવામાં આવી છે. જેમાં ટ્રેનોની યાદી શામેલ છે.

Read About Weather here

કોરોનાના કારણે અનામત વગરની ટ્રેન સ્પેશિયલ ટ્રેનના નામથી ચલાવામાં આવશે. એટલા માટે ટ્રેનોના ભાડા પેસેન્જર ટ્રેન જેવા સસ્તા નહીં હોય, પણ મેલ અને એક્સપ્રેસ ટ્રેન જેવા જ હશે. રેલ્વેના જણાવ્યા અનુસાર સહારનપુર-દિલ્હી જંક્શન, ફિરોઝપુર કૈંટ-લુધિયાણા, ફજિલ્કા-લુધિયાણા, બઠીંડા-લુધિયાણા, વારાણસી-પ્રતાપગઢ, સહારનપુર-નવી દિલ્હી, જાખલ-દિલ્હી જંક્શન, ગાઝિયાબાદ-પાનીપત, શાહજહાંપુર-સીતાપુર, ગાજિયાબાદ-મુરાદાબાદ સહિત કેટલાય શહેરોમાં રિઝર્વેશન વગરની ટ્રેનો ચલાવાશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleફેસબૂકના 50 કરોડથી વધુ યુઝર્સનો પર્સનલ ડેટા હેકર્સના હાથમાં???
Next articleજાણો, કેસર કેરીનો પાક ક્યારથી બજારમાં આવશે?