ભારતમાં ૧ કરોડથી વધુ કમાણી કરનારા ૨.૬૯ લાખ : ચાર વર્ષમાં ૫૦%નો વધારો

ભારતમાં ૧ કરોડથી વધુ કમાણી કરનારા ૨.૬૯ લાખ : ચાર વર્ષમાં ૫૦%નો વધારો
ભારતમાં ૧ કરોડથી વધુ કમાણી કરનારા ૨.૬૯ લાખ : ચાર વર્ષમાં ૫૦%નો વધારો
ભારતમાં અમીરોની સંખ્‍યા ઝડપથી વધી રહી છે. આવકવેરા રિટર્ન ફાઇલિંગ ડેટાના રિપોર્ટ અનુસાર, ૨૦૨૨-૨૩માં એક કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનારા લોકોની સંખ્‍યા ૨.૬૯ લાખ હતી. આ કોરોના સમયગાળા (૨૦૧૮-૧૯) પહેલા કરતા ૪૯.૪% વધુ છે. ચાર વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધુ કમાતા લોકોની સંખ્‍યામાં લગભગ ૫૦%નો વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

રિપોર્ટ અનુસાર, કોરોના સમયગાળા પછી એક કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનારા કરદાતાઓની સંખ્‍યામાં ઉછાળો આવ્‍યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં એક કરોડ રૂપિયાથી વધુ કમાનારા લોકોની સંખ્‍યા ૧.૯૩ લાખ હતી, જયારે ૨૦૧૮-૧૯માં તે ૧.૮૦ લાખ હતી. ૨૦૧૯-૨૦ની સરખામણીમાં આવા કરદાતાઓની સંખ્‍યામાં ૪૧.૫ ટકાનો વધારો થયો છે. પાંચ લાખ રૂપિયાથી વધુ કમાતા લોકોની સંખ્‍યા માત્ર ૦.૬ ટકા વધુ છે. રિપોર્ટ અનુસાર, ૪.૬૫ કરોડ કરદાતાઓએ ૫ લાખ રૂપિયાથી ઓછી આવક દર્શાવી છે. એટલે કે શૂન્‍ય ટેક્‍સ ચૂકવ્‍યો.કંપનીઓ અને વ્‍યક્‍તિઓ કે જેમના માટે ઓડિટ જરૂરી છે, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓક્‍ટોબર છે. તે દંડ વિના ITR ફાઇલ કરી શકે છે.

Read About Weather here

દેશમાં ટેક્‍સ રિટર્ન ફાઈલ કરનારાઓની કુલ સંખ્‍યા ઘણી ઓછી છે. જો કે અગાઉના વર્ષોની સરખામણીએ આ સંખ્‍યામાં વધારો થયો છે, પરંતુ હજુ પણ કુલ વસ્‍તીના માત્ર ૬ ટકા લોકો જ ટેક્‍સ ચૂકવે છે.૫ લાખથી વધુની આવક ધરાવતા કરદાતાઓની સંખ્‍યામાં ૧.૪ ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીએ, ૫ લાખથી ૧૦ લાખ રૂપિયાના ટેક્‍સ બ્રેકેટમાં ૧.૧૦ કરોડ કરદાતા હતા.આ વખતે રેકોર્ડ ૬.૭૭ કરોડથી વધુ આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવામાં આવ્‍યા હતા. ગયા વર્ષે ૩૧ જુલાઈ સુધી લગભગ ૫.૮૩ કરોડ ITR ફાઈલ કરવામાં આવ્‍યા હતા. આ વખતે ૫૩.૬૭ લાખ લોકોએ પ્રથમ વખત રિટર્ન ફાઈલ કર્યું હતું. સરકારે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવી નથી. જો કે, ૩૧ ડિસેમ્‍બર સુધી, ITR દંડ સાથે ભરી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here