બાળકો રમત રમતમાં ધતૂરો ખાઈ જતા બેભાન થયા…

બાળકો રમત રમતમાં ધતૂરો ખાઈ જતા બેભાન થયા…
બાળકો રમત રમતમાં ધતૂરો ખાઈ જતા બેભાન થયા…

વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે વાપીની એક મહિલા તેના બાળક સાથે આવી હતી. જેમાં મહિલાનું બાળક અને અન્ય ત્રણ બાળકો ગઈકાલે સોમવારે બપોરે ઘર આગળ રમી રહ્યા હતા. વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે 4 બાળકો રસોઈ બનાવવાની રમત રમતા હતા.

 જેમાં બાળકો નજીકથી ધતુરાના ફળ લાવી ફળની શાકભાજી બનાવી રોટલી સાથે ખાઈ ગયા હતા. જેથી બાળકો અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હતા. બાળકોના વાલીઓએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં બાળકોને સારવાર માટે ખસેડ્યાં હતાં.

 રમતા રમતા બાળકો 3 ઈંટનો ઉપયોગ કરીને તેના ઉપર રસોઈ બનાવવાની રમત રમી રહ્યા હતા. જે દરમ્યાન નજીકથી ધતુરાનું ફળ લાવી તેના બી કાઢી તેને તપેલીમાં નાખી ચૂલો સળગાવી શાક બનાવ્યું હતું.

 ઉપરાંત ઘરમાંથી રોટલાઓ લાવીને ધતુરાનું શાક અને રોટલો ખાઈ ગયા હતા. જેની સાથે જ બાળકો રમતા રમતા બેભાન થઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પરિવારના સભ્યો બાળકોને બોલવા આવતા બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી આજુબાજુમાં તપાસ કરતાં ચૂલા ઉપર મુકેલી તપેલીમાંથી ધતુરાના ફળના બી તેમજ ફળના ટુકડા મળી આવ્યા હતા.

Read About Weather here

જેથી 4 બાળકોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. જ્યાં હાલ બાળકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ સમગ્ર જિલ્લામાં થતા બાબત ચર્ચાનો વિષય બની હતી. જ્યાંથી વધુ સારવાર માટે 108ની ટીમની મદદ વડે બાળકોને કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here