મોવડી મંડળથી નારાજ કેપ્ટન અમરિંદરસિંહને પાંખમાં લેવા ભાજપનાં ઉધામા: સિધ્ધુનું રાજીનામું રાહુલ, પ્રિયંકાની નેતાગીરી માટે આંચકા રૂપ, બુઝુર્ગ લોબી ખુશ
પંજાબનાં ચંચળ મનનાં નેતા નવજોતસિંહ સિધ્ધુનો કોમેડી શો કોંગ્રેસનાં મોવડીઓને રાતા પાણીએ રોવડાવે તેવા દ્રશ્યો અને પરિસ્થિતિનું દર્શન થઇ રહ્યું છે. પંજાબમાં મોવડી મંડળે નેતૃત્વ બદલીને વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદરસિંહને દરવાજો દેખાડી દીધા પછી પણ રાજ્યમાં કોંગ્રેસની મુસીબતોનો અંત આવ્યો નથી. કોંગ્રેસની યુવા નેતાગીરી રાહુલ અને પ્રિયંકા ગાંધીનાં ફેસલા વિપરીત અસર કરનારા બની જતા કોંગ્રેસની બુઝુર્ગ છાવણીમાં ખુશાલી પ્રસરી છે. એમાંય નવજોતસિંહ સિધ્ધુએ નવા મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીનાં કેટલાક નિર્ણયો સામે વિરોધ કરીને પ્રદેશ પ્રમુખ પદ ફગાવી દેતા પંજાબ કોંગ્રેસનો મામલો વધુ ગૂંચવાયો છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
કોંગ્રેસ માટે સિધ્ધુ હવે મુલ્યવાન સંપતિને બદલે હવે બોજ બની રહ્યા હોય તેવું દેખાય છે કેમકે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ ઝડપથી ભાજપની નજીક સરકી રહ્યા છે. ગઈકાલે કેપ્ટન નવી દિલ્હી પહોંચી ગયા હતા અને કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાતો કરતા અનેક અનુમાનો રાજકીય લોબીમાં ચર્ચાતા થઇ ગયા છે.
પંજાબની સ્થિતિને લઈને ભાજપ એકદમ સક્રિય બન્યો છે અને કોંગ્રેસનાં વિનાશમાં પોતાનું નવું સર્જન નિહારતું થઇ ગયું છે. એટલે ભાજપનાં નેતાઓ તડાપીટ બોલાવા લાગ્યા છે. કેન્દ્રનાં ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાએ કટાક્ષ કર્યો હતો કે, ડ્રાઈવર વિનાના વાહન જેવી કોંગ્રેસની હાલત થઇ ગઈ છે. સિધ્ધુ અતિશય મહત્વકાંક્ષી અને અસ્થિર છે. મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ સીધા રાહુલ ગાંધી પર પ્રહારો શરૂ કર્યા હતા. શિવરાજસિંહે એવો આક્ષેપ કર્યો હતો કે, રાહુલ કોંગ્રેસની નાવ ડુબાવી રહ્યા છે. સિધ્ધુને કારણે અમરિંદરને હટાવ્યા હવે સિધ્ધુ એ જ મેદાન મૂકી દીધું છે.
Read About Weather here
દરમિયાન પંજાબનાં પરિવહન મંત્રી અમરિંદરસિંહ રાજાએ જણાવ્યું હતું કે, પક્ષનાં તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ આવી જશે. સિધ્ધુને પ્રદેશ પ્રમુખ જાળવી રાખવા પક્ષ મક્કમ છે. અમે એક પરિવારની જેમ છીએ. સિધ્ધુ ગુસ્સામાં કઈ બોલ્યા હોય તો તેનો કોઈ વાંધો નથી. સિધ્ધુનું રાજીનામું હજુ મોવડી મંડળે સ્વીકાર્યું નથી.પરંતુ કોંગ્રેસની બુઝુંગ લોબીનાં નેતા કપિલ સિબ્બલે પંજાબોમાં લેવાયેલા નિર્ણયોની આખરી ટીકા કરી છે. બળવાખોર ગણાતા ગ્રુપ ઓફ 23 નાં નેતા સિબ્બલે જણાવ્યું હતું કે, પક્ષમાં હજુ સુધી રાષ્ટ્રીય પ્રમુખ નથી. ત્યારે કોણ નિર્ણયો લઇ રહ્યું છે એ જ સમજાતું નથી. તેમણે પક્ષની કારોબારીની બેઠકને તાકીદે બોલાવવાની માંગણી કરી હતી.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here