દેશમાં 103 દિવસ બાદ સૌથી વધુ 334 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો

કોરોના-Cases-Daily-
કોરોના-Cases-Daily-

છેલ્લા ૨૪ કલાકમાં ૫૩,૪૮૦ નવા કેસ નોંધાયા, મૃત્યુદર ૧.૩ ટકા થયો

કોરોના એક્ટિવ કેસનો આંકડો ૫,૫૨,૫૬૬ને પાર, રિકવરી રેટ ૯૪.૧ ટકા

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં કેસોમાં દિન-પ્રતિદિન વધ્યો

Subscribe Saurashtra Kranti here

એક વર્ષ બાદ પણ કોરોનાનો પ્રકોપ એટલો જ જોવા મળી રહૃાો છે. કેન્દ્ર સરકારે પણ આખરે કહેવું પડ્યું કે દેશમાં વાયરસના સંક્રમણ સંબંધિત સ્થિતિ ’બદથી બદતર’ થઈ રહી છે. આ દરમિયાન એમ પણ કહૃાું કે ખાસ કરીને કેટલાક રાજ્યોમાં નવા કેસ ખુબ ઝડપથી વધવા એક મોટી ચિંતાનો વિષય છે. નીતિ આયોગના સભ્ય (હેલ્થ) વી કે પોલે કહૃાું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં સ્થિતિ ખુબ ઝડપથી કથળી રહી છે જેનાથી આખો દેશ જોખમમાં છે. આથી કોઈ પણ જરાય બેદરકારી વર્તવી જોઈએ નહીં.

ભારતમાં કોરોના વાયરસના નવા ૫૩,૪૮૦ નવા કેસ નોંધાયા છે, જેની સાથે કુલ કેસનો આંકડો ૧,૨૧,૪૯,૩૩૫ પર પહોંચી ગયો છે, જ્યારે ૩૫૪ લોકોએ એક જ દિવસમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૧,૬૨,૪૬૮ થઈ ગયો છે. આ અંગે બુધવારે સ્વસ્થ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે. ભારતમાં વધતા કોરોના કેસને કાબૂમાં લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને પણ જરુરી પગલા ભરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાને ડામવા માટે કેટલાક પગલા ભરવામાં આવ્યા છે. આ પહેલા ભારતમાં ૧૭ ડિસેમ્બરના રોજ ૩૫૫ લોકોએ એક જ દિવસમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સવારે ૮ વાગ્યે રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૫,૫૨,૫૬૬ થઈ ગયો છે, જેની કુલ કેસની સામે ટકાવારી ૪.૫૫% થાય છે. જ્યારે કોરોનાને હરાવીને સાજા થનારા દર્દીઓની ટકાવારી ૯૪.૧૧ ટકા થાય છે.

ભારતમાં કોવિડને હરાવીને ૧,૧૪,૩૪,૩૦૧ લોકો સાજા થઈ ગયા છે. જ્યારે દેશમાં કોવિડના કારણે મૃત્યુ પામેલા લોકોની ટકાવારી ૧.૩૪% થાય છે.

ભારતમાં કોવિડ વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોવિડના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો.

Read About Weather here

ICMR મુજબ ૨૪,૩૬,૭૨,૯૪૦ લોકોના ૩૦ માર્ચ સુધીમાં કોવિડ ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી મંગળવારે ૧૦,૨૨,૯૧૫ લોકોના ટેસ્ટ લેવામાં આવ્યા છે.

કોવિડ ૧૯થી સૌથી વધુ પ્રભાવિત ૧૦ જિલ્લામાંથી ૮ જિલ્લા મહારાષ્ટ્રના છે. જ્યારે દિલ્હીનો પણ એક જિલ્લો આ લિસ્ટમાં સામેલ છે. હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે કહૃાું કે જે ૧૦ જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે તેમાં પુણે(૫૯,૪૭૫), મુંબઈ(૪૬,૨૪૮), નાગપુર (૪૫,૩૨૨), થાણે (૩૫,૨૬૪), નાસિક (૨૬,૫૫૩), ઔરંગાબાદ (૨૧,૨૮૨), બેંગ્લુરુ સિટી (૧૬,૨૫૯), નાંદેડ (૧૫,૧૭૧), દિલ્હી (૮,૦૩૨) અને અહેમદનગર (૭,૯૫૨) સામેલ છે. તેમણે કહૃાું કે ટેક્નિકલી રીતે દિૃલ્હીમાં અનેક જિલ્લા છે પરંતુ તેને એક જિલ્લા તરીકે લેવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here