લમ્પી વાયરસનો કરવા તમામ રાજયો સાથે સંકલન વધારવા દિલ્હીમાં કંટ્રોલરૂમ શરૂ કરાયોઃ પરૂષોતમભાઇ રૂપાલા
લમ્પી વાયરસે દેશભરમાં 58 હજારથી વધુ ગાયોનો ભોગ લીધો છે. રાજધાની દિલ્હીમાં પણ આ વાયરસના ચેપના 173 કેસ નોંધાયા છે. અત્યાર સુધી તે 12 રાજ્યોમાં ફેલાયો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, હવે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે, આ રોગ 16 રાજ્યોમાં દસ્તક આપી રહ્યો છે.
લમ્પી વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રાજસ્થાન છે.
Visit Saurashtra Kranti Homepage here
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રોગનો સામનો કરવા માટે તમામ રાજ્યો સાથે સંકલન વધારવા માટે દિલ્હીમાં એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેના દ્વારા અધિકારીઓ રાજ્યના અધિકારીઓ સાથે પરામર્શ કરી રહ્યા છે. તમામ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
Read About Weather here
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રસીના ઉત્પાદનને વધારવાના પ્રયાસો અંગે તેના ઉત્પાદક સાથે વાતચીત કરવામાં આવી છે. તેઓ રાજસ્થાનની સ્થિતિ જાણવા ત્યાં પણ ગયા હતા અને રાજ્ય સરકારને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here