ટમેટા બાદ ડુંગળીના ભાવમાં 10 ટકાનો વધારો

ટમેટા બાદ ડુંગળીના ભાવમાં 10 ટકાનો વધારો
ટમેટા બાદ ડુંગળીના ભાવમાં 10 ટકાનો વધારો
ટમેટા સહિતના શાકભાજીમાં કેટલાક વખતથી તોતીંગ ભાવ વધારાનો ઉહાપોહ હજુ શાંત થયો નથી ત્યાં હવે ડુંગળીના ભાવ ઉંચકાવાના સંકેત છે. છેલ્લા એક મહિનામાં ડુંગળીમાં 10 ટકાનો ભાવ વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગત શિયાળુ સીઝનમાં પણ ડુંગળીના વાવેતરમાં 3 થી 4 ટકાનો ઘટાડો હતો અને સરેરાશ ઉત્પાદન 6 ટકા ઓછું રહ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે 3 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક ઉભો કરવામાં આવ્યો હતો. તે આગલા વર્ષ કરતા 20 ટકા વધુ હતું. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે 3જી ઓગષ્ટે ડુંગળીનો હોલસેલ ભાવાંક પ્રતિ કવીંટલ 2068.51 રહ્યો હતો જે એક માસ પૂર્વે 1893.56 હતો. વાર્ષિક ધોરણે ભાવવધારો 4.86 ટકાનો હતો.ડુંગળીમાં ભાવવધારો થાય તો આ બફર સ્ટોક ઉપયોગમાં આવી શકે છે. જોકે હાલ પ્રતિ કિલો ભાવ રૂા. 40થી વધુ થવાની સંભાવના નથી.

Read About Weather here

મહારાષ્ટ્ર તથા કર્ણાટક જેવા ઉત્પાદક રાજયોમાં ખરીફ વાવેતર ઓછું થયાની અસર છે. જોકે પર્યાપ્ત બફર સ્ટોક હોવાનો તથા ભાવો નિયંત્રણમાં જ હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.મહારાષ્ટ્રના વેપારીઓના કહેવા પ્રમાણે રાજયના નાસિક, પુના, અહેમદનગર સહિતના ઉત્પાદક ભાગોમાં ચોમાસાનો પર્યાપ્ત વરસાદ થયો ન હોવાના કારણોસર ડુંગળીનું ખરીફ વાવેતર ઓછું છે પરિણામે આવતા દિવસેમાં ભાગવધારો શકય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here