દેશમાં ટમેટાના ભાવમાં જબરા વધારાથી હવે તે ખૂબજ મુલ્યવાન ચીજ બની ગઈ છે અને કર્ણાટક સહિતના માર્કેટયાર્ડમાં ટમેટાના જથ્થાબંધ વેપારીઓ ખરીદી બાદ જીપીએસથી સજજ ટ્રકમાંજ ટમેટાની હેરફેર કરવા અને તેની સાથે ખાસ પોતાના વિશ્વાસુને ટ્રકમાં સાથે રાખવા લાગ્યા છે છતાં પણ ટમેટાની લુટ-ચોરી અને ટમેટા ઉત્પાદકોને લુટવાની ઘટનાઓ બનવા લાગી છે
Visit Saurashtra Kranti Homepage here
તો બીજી તરફ હવે આ ખેડુતો અને ટમેટા વેચતા વેપારીઓ માલદાર હશે જ તેમ માની તેમના પર લુટ સહિતના હુમલા થવા લાગ્યા છે. આંધ્રપ્રદેશમાં એક ટમેટા ઉત્પાદક ખેડુતને પાંચ લોકોએ આંતરીને તેની પાસેથી રૂા.4.50 લાખની રોકડ લુટી ગયા હતા. તેણે આ રકમ ટમેટા વેચીને કમાઈ હતી અને વધુ ટમેટા વેચવા રાજયના ચિતુર જીલ્લાના પાલાનેમારૂની માર્કેટમાં જઈ રહ્યો હતો તો તે સમયે પાંચ લોકોએ તેના પર બીયર બોટલથી હુમલો કરી ઘાયલ કરી તેની પાસેથી રૂા.4.50 લાખની રોકડ લુટી તમામ લોકો નાસી છુટયા હતા
દેશમાં ટમેટાના ભાવ આસમાને પહોચતા એક તરફ ટમેટા ઉગાડતા ખેડુતો રાતોરાત લખપતિ થવા લાગ્યા તો બીજી તરફ કર્ણાટકના કોલાર માર્કેટ યાર્ડથી જયપુર રૂા.20 લાખના ટમેટા સાથે નિકળેલો ટ્રક ગુમ થઈ જતા તેના માલીક હવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તા.27ના આ ટ્રક ટમેટાની હેરફેર માટે ભાડે રાખ્યા હતા.
Read About Weather here
બે વ્યાપારીએ 15 કિલોના બોક્ષમાં રૂા.20 લાખની કિંમતના ટમેટા ખરીદી ટ્રકમાં લોડ કર્યા હતા જેમાં જીપીએસ પણ હતું અને પોલીસના જણાવ્યા મુજબ ટ્રકમાં જીપીએસ લગાવ્યું હતું અને તે 1600 કિમી સુધી પ્રવાસ બાદ ગુમ થયો છે તો તેલંગાણાના ટમેટા ભરેલો એક ટ્રક પલટી ખાઈ જતા લોકો ટમેટા લુટશે તેવા ભયથી તાત્કાલીક પોલીસ બોલાવીને ટ્રકના ટમેટા સુરક્ષિત કરાયા હતા
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here