ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં ધમાકેદાર એન્ટ્રી: 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે

ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં ધમાકેદાર એન્ટ્રી: 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે
ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં ધમાકેદાર એન્ટ્રી: 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે
ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં ધમાકેદાર એન્ટ્રી લીધી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું આગળનું પગલું ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા (ઓર્બિટ)ને ઘટાડવાનું છે. આ પ્રક્રિયા રવિવારે રાત્રે 11 વાગ્યાથી શરૂ થશે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી 17 દિવસ સુધી ચંદ્રયાન-3 ધીરે ધીરે ચંદ્ર તરફ એ જ રીતે આગળ વધશે જે રીતે તે પૃથ્વીથી દૂર ગયું હતું. લૉન્ચિંગના ત્રણ અઠવાડિયા દરમિયાન પાંચ તબક્કાઓમાં તેને ISRO દ્વારા પૃથ્વીથી દૂર મોકલવામાં આવ્યું હતું. આ પછી તેને 1 ઓગસ્ટના રોજ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ સફળતાપૂર્વક મોકલવામાં આવ્યું હતું. ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે, જેને આ મિશનનો સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. ઈસરોએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3ની તમામ સિસ્ટમ તંદુરસ્ત છે. બધું બરાબર કામ કરી રહ્યું છે. ISTRAC બેંગલુરુ ખાતેના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX)થી તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઇસરોની સૌથી મોટી સફળતા સમાન ચંદ્રયાન-3 મિશન શનિવારે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું છે. આ મિશન અંતર્ગત ચંદ્રની પહેલી તસવીર સામે આવી છે. જે અવકાશયાનમાં લાગેલા કેમેરા દ્વારા પાડવામાં આવી છે.

Read About Weather here

આ દરમિયાન ચંદ્રની નજીક ચક્કર લગાવતી વખતે અવકાશયાનમાં લાગેલા કેમેરામાંથી ચમકતા ચંદ્રનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો છે. જેમાં અવકાશયાનમાં ફીટ કરાયેલી સોલાર પેનલ પણ દ્રશ્યમાન થઈ રહી છે. ચંદ્રયાન-3એ ચંદ્રની ઓર્બિટ પકડી લીધી છે. હવે ચંદ્રયાન લગભગ 166 કિમી x 18 હજાર કિમીની ભ્રમણકક્ષા (ઓર્બિટ)માં યાત્રા કરી રહ્યું છે. આ ચંદ્રની ભ્રમણકક્ષા (ઓર્બિટ) છે. આ પછી આગામી મોટો દિવસ 17મી ઓગસ્ટ હશે. જ્યારે ચંદ્રયાન-3 પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થશે. આ પછી માત્ર લેન્ડિંગ જ બાકી રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here