કેરળમાંથી રાહતભર્યા સમાચાર મળ્યા છે. કેરળ સરકારે રવિવારે જણાવ્યું કે, રાજ્યમાં નિપાહ વાયરસને નિયંત્રિત કરી લેવામાં આવ્યો છે. સતત બીજા દિવસે એક પણ કેસ નથી નોંધાયો અને સંક્રમિત દર્દીઓની સ્થિતિમાં સુધારો નોંધાઈ રહ્યો છે. કેરળમાં જ્યારથી નિપાહ વાયરસ નોંધાવાના સમાચાર મળ્યા હતા ત્યારથી ડરનો માહોલ બની ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
રાજ્યના આરોગ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું કે, હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. કોઝિકોડમાં નિપાહની સ્થિતિની સમીક્ષા કરતી વખતે તેમણે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, સંક્રમિત થયેલા 4 લોકો સ્વસ્થ થઈ રહ્યા છે. 9 વર્ષના એક બાળક સહિત 4 સંક્રમિત દર્દીઓને હવે વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યું છે. નિપાહ વાયરસને ખતરનારક વાયરસ એટલા માટે માનવામાં આવે છે કારણ કે, તેનાથી સંક્રમિત થયેલા વ્યક્તિના મૃત્યુનું જોખમ 40થી 45% સુધી છે.
Read Saurashtra Kranti E-Paper here
. કેરળના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, 31 ઓગષ્ટના રોજ જે વ્યક્તિનું નિપાહ વાયરસના કારણે મોત થઈ ગયુ હતું તેમના કોન્ટેક્ટમાં આવ્યા બાદ જ આ તમામ લોકો બીમાર પડ્યા છે. તેમણે જણાવ્યું કે, તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, હાલમાં નિપાહ વાયરસની કોઈ બીજી લહેર નથી. આરોગ્ય મંત્રીએ આને સારા સમાચાર ગણાવ્યા અને કહ્યું કે, જીનોમિક સિક્વન્સિંગ દ્વારા પણ આ સાબિત કરી શકાય છે અને તે કરવામાં આવી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here