ઈંગ્લેન્ડને મોટો ઝટકો : ઈંગ્લેન્ડના સ્ટાર બેટર એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ 

ઈંગ્લેન્ડને મોટો ઝટકો : ઈંગ્લેન્ડના સ્ટાર બેટર એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ 
ઈંગ્લેન્ડને મોટો ઝટકો : ઈંગ્લેન્ડના સ્ટાર બેટર એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ 
એલેક્સ હેલ્સ પાછલા વર્ષે રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ ટીમ વતી રમ્યો હતો. એ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડે ફાઈનલ મુકાબલામાં પાકિસ્તાનને હરાવ્યું હતું. હેલ્સે પોતાની નિવૃત્તિની જાહેરાત ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થકી કરી છે34 વર્ષીય એલેક્સ હેલ્સે લખ્યું કે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્રણેય ફોર્મેટના મળીને 156 વખત પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું સૌભાગ્યની વાત છે. અમુક યાદો અને દોસ્તી જીવનભર માટે બનાવી લીધી છે અને મને લાગે છે કે હવે આગળ વધવાનો સમય છે. હેલ્સે કહ્યું કે ઈંગ્લેન્ડ માટે રમવા દરમિયાન મેં ઉતાર-ચડાવ જોયા છે.આ એક અવિશ્વસનીય યાત્રા રહી છે અને મને સંતોષ થઈ રહ્યો છે કે ઈંગ્લેન્ડ માટે મારી અંતિમ ગેમ વિશ્વકપનો ફાઈનલ રહ્યો છે. મને આ ઉતાર-ચડાવયુક્ત સફરમાં હંમેશા મારા મિત્રો, પરિવાર, ચાહકો તરફથી સમર્થન પ્રાપ્ત થયું છે.જો કે હેલ્સ ઘરેલું ક્રિકેટ નૉટિંઘમશાયર સાથે સાથે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું યથાવત રાખશે. એલેક્સ હેલ્સે ઑસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડકપ 2022 દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Read About Weather here

ભારત વિરુદ્ધ સેમિફાઈનલ મુકાબલામાં હેલ્સે માત્ર 47 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા.ભારતને એ મેચમાં 10 વિકેટે શરમજનક હાર મળી હતી. જો કે ફાઈનલમાં હેલ્સનું બેટ ચાલ્યું ન્હોતું અને માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો પરંતુ તેની ટીમ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here