અમારી સરકાર વિશ્વકર્મા સાથિયોંના સામર્થ્ય અને સમૃદ્ધિ વધારવામાં સહયોગ કરશે : વડાપ્રધાન

અમારી સરકાર વિશ્વકર્મા સાથિયોંના સામર્થ્ય અને સમૃદ્ધિ વધારવામાં સહયોગ કરશે : વડાપ્રધાન
અમારી સરકાર વિશ્વકર્મા સાથિયોંના સામર્થ્ય અને સમૃદ્ધિ વધારવામાં સહયોગ કરશે : વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭મી સપ્ટે.ના રોજ વિશ્વકર્મા જયંતી પર પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરી હતી. દિલ્હી સ્થિત યશોભૂમિ  કન્વેંશન સેંટરનું ઉદ્ધાટન કર્યા બાદ મોદીએ કહ્યું હતું કે જ્યારે બેંકો વિશ્વકર્મા સાથિયોંની ગેરંટી ના સ્વીકારતી હોય ત્યારે તમારી ગેરંટી મોદી આપે છે.

Visit Saurashtra Kranti Homepage here

મોદીએ વિશ્વકર્મા સાથિયોંની તાલિમ, ટેક્નોલોજી અને ટૂલ્સનો મંત્ર પણ આપ્યો હતો. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર લાભાર્થીઓ માટે ૧૩ હજાર કરોડ રૂપિયા ફાળવશે. જેનો મુખ્યત્વે લાભ વિવિધ ક્ષેત્રોના કારીગરોને આપવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮ સ્ટેમ્પ શીટ્સ બહાર પાડી હતી, જેમાં ૧૮ પરંપરાગત વેપારનો પણ સમાવેશ કરાયો છે. વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થી કારીગરોને લોન આપવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં એક લાખ જ્યારે બીજા તબક્કામાં બે લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. વિવિધ ક્ષેત્રોના કારીગરો અને તેમના ધંધાના વિકાસ માટે આ વિશ્વકર્મા યોજના લાવવામાં આવી હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

Read Saurashtra Kranti E-Paper here  

 જે ૧૮ પ્રકારના કામો કરનારાઓને લાભ આપવામાં આવશે તેમાં લુહારી, સુધારી, સોની, કુંભાર, મૂર્તિકાર, બુટ કે ચપ્પલો બનાવનારા, હેર કટિંગ, કપડા સીવવાનું કામ વગેરેનો સમાવેશ કરાયો છે. આ વ્યવસાયોને પ્રોત્સાહન આપવામાં આવશે જેમાં કારીગરને તાલિમ આપવાથી લઇને વસ્તુના વેચાણ સુધી મદદ કરવામાં આવશે તેવી ખાતરી સરકારે આપી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here