MSME ઉદ્યોગોને ડિલે પેમેન્ટનો ફટકો

MSME ઉદ્યોગોને ડિલે પેમેન્ટનો ફટકો
MSME ઉદ્યોગોને ડિલે પેમેન્ટનો ફટકો

ઓલ ઈન્ડિયા એમએસએમઈ ફેડરેશન દ્વારા સરકારને રજૂઆત

નાના-મધ્યમ ઉદ્યોગો ભાંગી પડવાનું જોખમ, ખાસ અગ્રીમતા આપવા માંગ

ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશનના પ્રમુખ મગનભાઈ પટેલે ફરી કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે, આજે દેશમાં 6 લાખ હજાર કરોડથી પણ વધારે ડિલે પેમેન્ટમાં નાના ઉદ્યોગોના નાણાં ફસાયેલા છે.

જેમાં મોટા યુનિટો, સરકારી કંપનીઓ દ્વારા બે-બે વર્ષ પછી પણ માલ ખરાબ છે, મોડો આવે છે જેવા ખોટા વાંધા કાઢતા હોવાથી આવા ડિલે પેમેન્ટોના કેસોનો નિકાલ થઈ શક્યો નથી. ડિલે પેમેન્ટ માટે ઘણી વખત મોટી કંપનીઓ અને પબ્લિક અન્ડરટેકિંગ કંપનીઓ જવાબદાર હોય છે કારણ કે આ કંપનીઓ મોટા ઓર્ડર આપતી હોય છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થઈ ગયું હોવા છતાં પણ આ કંપનીઓ માલ બે-ત્રણ મહિના સુધી ઉપાડતી નથી.

પરચેઝ ઓર્ડર આપ્યો હોવા છતાં પણ ઓર્ડર કેન્સલ કરે છે માટે એ મટીરીયલને સ્ક્રેપ કરી દેવામાં આવે છે તેનાથી ડિલે પેમેન્ટની ઘાલ-ખાધ થાય છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ઉદ્યોગોમાં વર્ટીકલ ડેવલોપમેન્ટ થાય છે. સરકારી નીતિઓ ઘણી સારી હોવા છતાં વકીલો રાખીને મોટા ઉદ્યોગો પોતાની વગનો ઉપયોગ કરીને પેમેન્ટ કરતા નથી.

આવી અનેક ફરિયાદો ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશન પાસે આવે છે છતાંય ફેડરેશન પણ આવા પ્રશ્ર્નો માટે લાચાર છે. સરકારને મારી વિનંતી છે કે આ બાબતોને ગંભીરતાથી લઈ પ્રાયોરિટી આપી તેનું અમલીકરણ કરાવવું જોઈએ જેથી નાના ઉદ્યોગો પોતાના વ્યવહાર સાચવીને ઉધોગ ચલાવી શકે અને સિક યુનિટ ના બને જે સરકારની ખાસ પ્રાયોરિટી છે, જેનો અમલ ખુબ જરૂરી છે.

Delay Payment Act ના કાયદાના અમલીકરણ અને તેના પ્રશ્ર્નોની રજુઆત માટે વર્ષ 1994માં દરેક રાજ્યમાં ઇન્ડસ્ટ્રીઝ કમિશનરના અધ્યક્ષસ્થાને ફેસીલેટ કાઉન્સિલ બનાવવામાં આવી. જેમાં Delay Payment Act ના પ્રશ્નોની રજૂઆતોના સંદર્ભે ડિલે પેમેન્ટમાં વ્યાજ સાથે જે રકમ થાય ત્યારે આ કાઉન્સિલ જજમેન્ટ આપે એ પછી મોટા યુનિટો / પબ્લીક અન્ડરટેકિંગ કંપનીઓએ અપીલમાં જવું હોય તો 80% રકમ કોર્ટમાં જમા કરીને હાઈકોર્ટમાં આગળ અપીલ કરી શકે.

Read About Weather here

સરકારે આ કાયદો બનાવ્યો પછી શરૂઆતની ઘણી મિટિંગોમાં રજૂઆતો કરતા તરફેણમાં કમિટીએ જજમેન્ટ આપ્યું હોવા છતાં પણ મોટા યુનિટો/પબ્લિક અન્ડરટેકિંગ કંપનીઓએ કોઈનાથી ગભરાયા વગર કાયદાનું અમલીકરણ કર્યું નથી. ડિલે પેમેન્ટ અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં સંબંધિત વિભાગોને પત્ર લખીને ધ્યાન દોરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here