જસદણમાં ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ

જસદણમાં ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ
જસદણમાં ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ


આરોપી અશ્વિન કુમાર જોષીને રૂા.6 લાખનો કોર્ટે દંડ પણ ફટકાર્યો

જસદણ ગામમા રહેતા એસ.ટી બોર્ડમાં નોકરી કરતા દિનેશભાઈ રાવતભાઈ ધાધલ પાસેથી મીત્રતાના દાવે જસદણ ગામે રહેતા અશ્ર્વિનકુમાર રાધાકૃષ્ણ જોષીએ રૂા.3 લાખ હાથ ઉછીના લીધેલ હતા. તે માટે આરોપી અશ્ર્વિનકુમારે બેંક જસદણ શાખાનો ચેક તા.2/12/18 ના રોજ ફરીયાદીને આપેલ હતો. જે ચેક ફરીયાદીએ તેના ખાતામાં જમા કરાવતા આરોપીના ખાતામાં પુરતા પૈસા ન હોય જેથી ચેક પરત આવેલ હતો.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જેથી ફરીયાદી દિનેશભાઈ એ તેમના વકીલ ભરતભાઈ અંબાણી મારફત તા. 23/2/2019 ના રોજ નોટીસ આપેલ. છતાં રકમ ચૂકવેલ ન હતી. જેથી જસદણ એડી.જયુ.મેજી કોર્ટમાં સને 2019 મા ફરીયાદ નોંધાવામાં આવી હતી.

જેમાં અનેક વોરંટ કાઢવા છતાં મળી આવતો ન હતો અને કોર્ટમાં હાજર રહેતો ન હતો. જસદણની કોર્ટમાં સને 2019 ની સાલથી લાંબી કાનૂની લડત ચાલેલ હતી. અને ફરિયાદ પક્ષની દલીલો ધ્યાને લઈ જસદણના એડીશનલ જયુ.મેજી. જજ એસ.એસ જાનીએ અશ્વિન કુમાર રાધાકૃષ્ણ જોષી (રહે. જસદણ) ને બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા.6,00,000-00 નો દંડ કરેલો હતો. આ દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સજા નો હુકમ ફરમાવેલો છે.

Read About Weather here

સજાનો હુકમ થયેલ ત્યારે આરોપી હાજર ન હતા તેમ છતાં કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લઈ ઐતિહાસિક ચુકાદો આપેલ છે અને આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ 70 મુજબનું વોરંટ કાઢી જયાં હોય ત્યાંથી પકડી લાવવાનો હુકમ કરેલ છે. ફરીયાદ પક્ષે વકીલ તરીકે ભરતભાઈ અંબાણી, જયદેવભાઈ રાઠોડ, ભાવેશભાઈ ડાભી, મનસુખભાઈ ડાભી, કૃપાલીબેન ચૌહાણ રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here