Latest : આંધ્રપ્રદેશમાં શરૂ થઈ એનિમલ એમ્બ્યુલન્સ

animal-એનિમલ
animal-એનિમલ

Subscribe Saurashtra Kranti here

દેશભરમાં એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરાવવા એનિમલ હેલ્પલાઈન કાર્યરત

આંધ્ર પ્રદેશ સરકારે અબોલ જીવો માટે એનિમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરી છે. જેવી રીતે ચિકિત્સા ક્ષેત્રે ઈમરજન્સી સર્વિસ માટે 108ને ફોન કરવામાં આવે છે એવી જ રીતે હવે કોઈ પશુ પક્ષી રોડ રસ્તા પર ઘાયલ, નિ:સહાય હાલતમાં હોય તો એ સમયે 108 નંબરને સંપર્ક કરીને તેમનાં જીવ બચાવી શકાય છે. આ અંતર્ગત રાજ્યનાં મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ રાજ્ય દ્વારા પશુ-પક્ષીઓ માટે 175 મોબાઈલ એમ્બુલન્સ ચલાવવામાં આવશે.

જેના માટે 1376 જેટલા ડોક્ટરની નિમણૂંક પણ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સનું મુખ્ય કાર્ય ઘવાયેલા પશુ પક્ષીઓને સ્થળ પર જ ચિકિત્સા આપવી તેમજ આસપાસના પશુ -પંખી ચિકિત્સા સેન્ટર સુધી પહોચાડવાનું છે. આ માટે 108 ટોલ ફ્રી નંબર રહેશે જે 24 કલાક ચાલુ રહેશે. આ એમ્બ્યુલન્સની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તે પશુ-પ્રાણીઓને સ્થળ પરથી કલીનીક સુધી લઈ જવા માટે તેમાં હાઈડ્રોલિક લિફ્ટની પણ વ્યવસ્થા હશે.

Read About Weather here

મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં આ એમ્બ્યુલન્સની વ્યવસ્થાને સારી રીતે ચલાવવા માટે રાજ્યમાં કુલ 1576 એનીમલ ડીસ્પેન્સરીઝની પણ સ્થાપના કરવામાં આવી છે. અબોલ જીવો માટે રાજ્યનો આ નિર્ણય ખરેખર સરાહનીય છે. આંધ્રપ્રદેશની જેમ દરેક રાજ્ય પશુ-પંખીઓ માટે આવી વ્યવસ્થા કરે તો એ અબોલ જીવો માટે મદદરૂપ નિવડશે. આ માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન-રાજકોટના મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, અપીલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here