3.8 તીવ્રતાના ભૂકંપથી ગભરાયા લોકો ઘર-ઓફિસની બહાર દોડ્યા

3.8 તીવ્રતાના ભૂકંપથી ગભરાયા લોકો ઘર-ઓફિસની બહાર દોડ્યા
3.8 તીવ્રતાના ભૂકંપથી ગભરાયા લોકો ઘર-ઓફિસની બહાર દોડ્યા
તીવ્ર ઝટકાના કારણે લોકો તેમના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા 3.8 હતી. રાજસ્થાનના સીકરમાં સવારે ભૂકંપના તીવ્ર ઝટકા આવ્યા હતા. ભૂકંપ આવતા લોકો ગભરાઈ ગયા હતા. સવારે 8 વાગે અચાનક અવાજ સાથે ભૂકંપનો આંચકો આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ભૂકંપ જમીનની નીચે 5 કિલોમીટરથી જ આવ્યો હતો અને તેનું કેન્દ્ર સીકરનું દેવગઢ હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આજે જે પ્રમાણે ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે તે આજ પહેલાં ક્યારેય નથી થયો. આ વખતે જે ભૂકંપ આવ્યો તેમાં કંપનની સાથે ખૂબ મોટો અવાજ પણ સંભળાયો હતો.

Read About Weather here

ઘણી વાર સુધી લોકો પોતાના ઘરની બહાર જ ઉભા રહ્યા હતા. તે ઉપરાંત લોકોએ પરિવારજનોને પણ ફોન કરીને પૂછ્યું હતું કે, તેમના ત્યાં ભૂકંપનો આંચકો આવ્યો હતો.સવારે અચાનક આવેલા ભૂકંપના કારણે લોકો ઘર અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here