159 કિલો ગાંજા સાથે પકડાયેલ આરોપી ધનજી કોતરાના જામીન મંજુર કરતી હાઇકોર્ટ

159 કિલો ગાંજા સાથે પકડાયેલ આરોપી ધનજી કોતરાના જામીન મંજુર કરતી હાઇકોર્ટ
159 કિલો ગાંજા સાથે પકડાયેલ આરોપી ધનજી કોતરાના જામીન મંજુર કરતી હાઇકોર્ટ

જસદણના કાળાસરમાં ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર થયાની બાતમી મળતા જસદણ પોલીસ દ્વારા રેડ કરી આરોપી ધનજીભાઈ નાનજીભાઈ કોતરાને પોતાની 159 કિલો 330 ગ્રામ ગાંજા સાથે ઝડપી તા.6/12/2023 ના રોજ એન.ડી.પી.એસ. એકટની કલમ 8(સી), 20 (બી)2(સી) મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આરોપીને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટના જસદણ પોલીસે બાતમી આધારે કાળાસર કોળીંબો નામની સીમમાં ધનજીભાઈ કોતરાના વાળા (ખેતર)માં રેડ કરી હતી. જેમાં જુદી જુદી 6 પ્લાસ્ટીકની મોટી કોથળીમાંથી 159 કિલો 330 ગ્રામ ગાંજો મળી આવતા તેની કિંમત રૂ.15,93,300 ગણી, કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીને જેલ હવાલે કરાતા જેલમાંથી આરોપી ધનજી કોતરાએ રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજી નામંજુર થતા હાઇકોર્ટમાં જામીન અરજી કરાઈ હતી. જેથી આરોપી વતી રોકાયેલા એડવોકેટએ કરેલ દલીલો અને રજુ રાખેલ વિવિધ કોર્ટના ચુકાદા ધ્યાનમાં રાખી હાઇકોર્ટે આરોપીને જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, તેમજ હાઈકોર્ટમાં મેહુલભાઈ.એસ પાડલીયા રોકાયેલ હતા.