101 બોટલ દારૂ સાથે સ્કોર્પીયો કાર ઝડપી લેવાઈ

 101 બોટલ દારૂ સાથે સ્કોર્પીયો કાર ઝડપી લેવાઈ
 101 બોટલ દારૂ સાથે સ્કોર્પીયો કાર ઝડપી લેવાઈ

ભાવનગરના ઘોઘારોડ, મૈત્રી સોસાયટી નજીક જાહેર રોડ પરથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો કાર કબજે કરી એક શખ્સ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

એલસીબી પોલીસ સ્ટાફ ગત રાત્રીના સમયે ઘોઘારોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, કમલેશ ઉર્ફે કમો ગોરધનભાઈ બાટીયા ( રહે. શીતળા માતાના મંદિર સામે, ચાઇના સોસાયટી, ઘોઘારોડ ભાવનગર ) વાળો તેની કાળા કલરની સ્કોર્પિયો કાર નં.જી.જે.18-ઇ.બી.- 1356 માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ઘોઘારોડ, મૈત્રી સોસાયટી પાસે આવેલ ખોડીયાર પ્રોવિઝન સ્ટોરની સામે જાહેર રોડ પર ઉભો છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા મૈત્રી સોસાયટી પાસે રોડ ઉપર બાતમીવાળી કાર મળી આવી હતી. પોલીસે કારમાં તપાસ કરતા તેની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની એક લીટરની બોટલ નંગ-101, કિં. રૂ.53,530/-  મળી આવી હતી.
એલસીબી પોલીસે વિદેશી દારૂ તેમજ  કાર મળી કુલ રૂ.8,53,539/- નો મુદ્દામાલ કબજે કરી શખ્સ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.