૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની સાથે મંત્રીઓને અપાશે રસી: રાજનાથ

મોદી સરકારના મંત્રીઓ ક્યારે લેશે કોરોના વેક્સીન? રાજનાથ સિંહે આપી જાણકારી

રાજનાથ સિંહે કહૃાું કે, જનતાને દેશના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો પર વિશ્ર્વાસ છે અને એમે તેમને આશ્ર્વસ્ત કરી રહૃાા છીએ

ભારતમાં શનિવારથી દુનિયાનું સૌથી મોટું વેક્સીનેશન અભિયાન શરુ થઈ ગયું છે. દેશમાં પહેલા દિવસે લગભગ ૩૦૦૬ કેન્દ્રો પર કોરોના વાયરસની વેક્સીનનું વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું. પહેલા દિવસે એટલે કે શનિવારે દેશમાં ૧.૯૧ લાખથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી. અત્યારે આ દેશમાં વેક્સીનેશનનું પહેલું ચરણ છે. હાલ માત્ર ફ્રન્ટલાઇન વોરિયર્સનું વેક્સીનેશન કરવામાં આવી રહૃાું છે. એવામાં કેન્દ્રની મોદી સરકારના મંત્રીઓ વેક્સીન ક્યારે લેશે, આ સવાલનો જવાબ રક્ષા મંત્રી રાજનાથ સિંહએ આપ્યો છે. રાજનાથ સિંહે એક ઇન્ટરવ્યૂમાં આ સવાલના જવાબમાં કહૃાું કે, હું સમજું છું કે જ્યારે કોવિડ-૧૯ના ફ્રન્ટ વોરિયર્સનું દેશમાં વેક્સીનેશન પૂરૂં થઈ જશે અને ત્યારબાદ ૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની પ્રક્રિયા જ્યારે શરૂ થશે. તે સમયે રાજકારણ ક્ષેત્રમાં કામ કરનારા અમને પણ વેક્સીન આપવામાં આવશે.

મૂળે, ઇન્ટરવ્યૂમાં રાજનાથ સિંહને સવાલ પૂછવામાં આવ્યો હતો કે વિદેશમાં પહેલા રાજકીય નેતાઓને વેક્સીન આપવામાં આવી રહી છે પરંતુ આપણા દેશમાં આવું નથી થઈ રહૃાું. શું આપને નથી લાગતું કે વેક્સીન પ્રત્યે વિશ્ર્વાસ વધારવા માટે નેતાઓએ પહેલા વેક્સીન લેવી જોઈતી હતી? તેના જવાબમાં રક્ષા મંત્રીએ કહૃાું કે, હું નથી સમજતો કે દેશની જનતા તેને આ રૂપે લેશે. કારણ કે વેક્સીનના દેશમાં અંતિમ ટ્રાયલ થઈ ચૂક્યા છે. વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ ટ્રાયલ કર્યા છે. જનતાને દેશના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો પર વિશ્ર્વાસ છે અને એમે લોકો પણ જનતાને આશ્ર્વસ્ત કરી રહૃાા છીએ.

નોંધનીય છે કે, આરોગ્ય મંત્રાલયે કહૃાું કે, આંદામાન અને નિકોબારમાં ૭૮ લોકોને રસી આપવામાં આવી હતી. આંધ્રપ્રદેશમાં ૧૬,૯૬૩, અરુણાચલ પ્રદેશમાં ૭૪૩, આસામમાં ૨,૭૨૧, બિહારમાં ૧૬,૪૦૧, ચંદીગઢમાં ૧૯૫૯, છત્તીસગઢમાં ૪,૯૮૫, દિલ્હીમાં ૩,૪૦૩, ગોવામાં ૩૭૩ અને ગુજરાતમાં ૮,૫૫૭ રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે કહૃાું કે, રસીકરણનો પહેલો દિવસ હોવાથી કેટલાક એવા કેસો સામે આવ્યા હતા જેમ કે, કેટલાક સ્થળોએ લાભાર્થીની સૂચિ અપલોડ કરવામાં વિલંબ થયો હતો અને કેટલાક રસીકરણ કામદારો આજના સત્ર માટે સુનિશ્ર્ચિત ન હતા. હવે આવી બંને સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે બંને કેસો પર કામગીરી કરવામાં આવી રહી છે.