૪૦ રૂપિયે કિલો મળતા લીંબુનો ભાવ રૂા. ૨૦૦ સુધી પહોંચી ગયો

૪૦ રૂપિયે કિલો મળતા લીંબુનો ભાવ રૂા. ૨૦૦ સુધી પહોંચી ગયો
૪૦ રૂપિયે કિલો મળતા લીંબુનો ભાવ રૂા. ૨૦૦ સુધી પહોંચી ગયો

અમદાવાદ,તા. ૧૦: શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે લીંબુનો બજારમાં ઉપાડ વધતાની સાથે જ લીંબુના ભાવે ડબલ સેન્‍ચૂરી ફટકારી છે. રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ ૨૦૦ થી ૨૨૦ રૂપિયા છે. હજુ થોડા સમય પહેલાં જ હોલસેલમાં લીંબુ ૪૦ રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. જયારે રિટેઇલમાં રૂ.૮૦ થી ૧૦૦ કિલો વેચાણ થતા હતા.બીજી તરફ ઉનાળામાં ગરમી ચાલુ થતા જ લીલા શાકભાજીની આવક વધી છે. જેના લીધ લીલા શાકભાજીના ભાવોમાં રૂ.૫ થી ૩૦ સુધીનો હોલસેલમાં ઘટાડો થયો છે.

મરચાં હોલસેલમાં રૂ.૨૦, ફુદીનો રૂ.૨૦, કોથમીર ૧૫ કિલો મળી રહી છે. જે રિટેઇલમાં મરચાં રૂ.૫૦, ફુદીનો રૂ.૫૫ , કોથમીર રૂ.૫૦ કિલો વેચાણ કરી રહ્યા છે. રિટેઇલમાં ટામેટાં, દેશી કાકડી, કોબીજ, ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવોમાં કિલોએ રૂ.૫દ્મક ૨૦ સુધીનો ઘટાડો થયો છે. વેપારીઓના જણાવ્‍યા મુજબ, લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્‍યતા છે. ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. પરંતુ આ વર્ષે લીંબુયુક્‍ત ઠંડા પીણાંનો આગ્રહ મોંઘો પડશે તેમ લાગી રહ્યું છે. કારણ કે, ઉનાળાના પ્રારંભે સ્‍વાસ્‍થ્‍યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. લીંબુના વેપારીઓનું કહેવું છે કે, હાલ લીંબુના ભાવ વધ્‍યા છે, કારણ કે, લીંબુની આવક સામે માગ વધી રહી છે.