૧૭ રાજયોમાં ભારે વરસાદની આગાહીઃ ઉતરાખંડમાં અનેક જગ્‍યાએ થયું ભુસ્‍ખલન…

૧૭ રાજયોમાં ભારે વરસાદની આગાહીઃ ઉતરાખંડમાં અનેક જગ્‍યાએ થયું ભુસ્‍ખલન...
૧૭ રાજયોમાં ભારે વરસાદની આગાહીઃ ઉતરાખંડમાં અનેક જગ્‍યાએ થયું ભુસ્‍ખલન...

દિલ્‍હી-યુપીથી બિહાર સુધી સતત વરસાદ પડી રહ્યો છે. કેટલાક રાજ્‍યોમાં વરસાદ ચાલુ છે તો કેટલાક રાજ્‍યોમાં વરસાદ આફતમાં ફેરવાઈ રહ્યો છે. તે જ સમયે, રાજધાની દિલ્‍હી સહિત સમગ્ર એનસીઆરના લોકો ભેજથી પરેશાન હતા. હવામાનખાતા અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી દેશના વિવિધ રાજ્‍યોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. યુપીમાં વરસાદને કારણે નદીઓ બે કાંઠે છે.

૧૭ રાજયોમાં ભારે વરસાદની આગાહીઃ ઉતરાખંડમાં અનેક જગ્‍યાએ થયું ભુસ્‍ખલન… વરસાદ

ગુરુવારે દિલ્‍હીમાં સૂરજ બહાર આવ્‍યા બાદ વાતાવરણ ફરી થોડું ગરમ થયું હતું અને ભેજનું પ્રમાણ વધી ગયું હતું. દિલ્‍હીના કેટલાક વિસ્‍તારોમાં પરસેવો થવા લાગ્‍યો. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આજે દિલ્‍હીમાં ભારે વરસાદ પડી શકે છે. IMD અનુસાર, આજે ઘેરા વાદળો છવાયેલા રહેશે. આ સિવાય કેટલાક વિસ્‍તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. આજે દિલ્‍હીનું મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી રહી શકે છે. યુપીમાં પણ આગામી બે દિવસ ભારે વરસાદ પડી શકે છે. રાજધાની લખનૌ અને તેની આસપાસના વિસ્‍તારોમાં ૨-૩ દિવસ સુધી મુશળધાર વરસાદ પડી શકે છે. ૧૫ જુલાઇ પછી ચોમાસું જોર પકડશે. યુપીના ૮૦૦ ગામોમાં પૂર જેવી સ્‍થિતિ છે. ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકો પોતાના ઘર છોડવા મજબૂર છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.

૧૭ રાજયોમાં ભારે વરસાદની આગાહીઃ ઉતરાખંડમાં અનેક જગ્‍યાએ થયું ભુસ્‍ખલન… વરસાદ

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર પૂર્વી યુપીના શ્રાવસ્‍તી, કુશીનગર, સિદ્ધાર્થનગર, મહારાજગંજ, ગોંડા, બલરામપુર, સંત કબીર નગરમાં ભારે વરસાદ પડી શકે છે. પヘુિમ યુપીના ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, મુરાદાબાદ, હાપુડ, સંભલ, રામપુર, બિજનૌર, મથુરા, આગ્રા, ફિરોઝાબાદ અને અલીગઢમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બિહારમાં પણ ગુરુવારે વીજળી પડવાથી ૨૩ લોકોના મોત થયા હતા.

૧૭ રાજયોમાં ભારે વરસાદની આગાહીઃ ઉતરાખંડમાં અનેક જગ્‍યાએ થયું ભુસ્‍ખલન… વરસાદ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્‍યાએ ભૂસ્‍ખલન થઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આજે અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ઉત્તરકાશી, ચમોલી અને રૂદ્રપ્રયાગમાં વીજળી પડી શકે છે. આ સાથે IMDએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ટિહરી ગઢવાલ અને રાજધાની દેહરાદૂનમાં મુશળધાર વરસાદ પડી શકે છે. ભૂસ્‍ખલનને કારણે છેલ્લા ૩ દિવસથી ચાર ધામ યાત્રા બંધ છે.હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આજે દેશના ૧૭ રાજ્‍યોમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં ગોવા, બંગાળ, કેરળ, કર્ણાટક, પヘુિમ બંગાળ, હરિયાણા, જમ્‍મુ અને કાશ્‍મીર અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. આમાંથી કેટલાક રાજ્‍યોમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પણ પડી શકે છે.

૧૭ રાજયોમાં ભારે વરસાદની આગાહીઃ ઉતરાખંડમાં અનેક જગ્‍યાએ થયું ભુસ્‍ખલન… વરસાદ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here