હિન્દ મહાસાગર ગરમ થવાથી કુદરતી આફતો વધી શકે છે

હિન્દ મહાસાગર ગરમ થવાથી કુદરતી આફતો વધી શકે છે
હિન્દ મહાસાગર ગરમ થવાથી કુદરતી આફતો વધી શકે છે

 હિન્દ મહાસાગર ગરમ થવાના કારણે ઋતુઓ પર અસર પડી રહી છે. 2100 સુધીમાં તે વધુ ઝડપથી ગરમ થશે જેના કારણે હવામાન પર વધુ અસર થશે. આ દાવો ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી (આઈઆઈટીએમ)ના વૈજ્ઞાનિક ડો. રોકસી મેથ્યુના સ્ટડીમાં કરવામાં આવ્યો છે આ સ્ટડીમાં તેમણે ઈન્ડિયન ઓશન અને તેના ભવિષ્યને લઈને અને ડરામણા ખુલાસા કર્યા છે.
 

ઈન્ડિયન ઓશન (હિન્દ મહાસાગર)ના કિનારે 40 દેશો છે. આ દેશોમાં દુનિયાની એક તૃતિયાંશ લોકો રહે છે આ કારણે તેના કિનારે વસતા દેશો પર પ્રાકૃતિક આપત્તિઓનો ખતરો ઝડપથી વધી રહી છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે 1950થી 2020 દરમિયાન હિન્દ મહાસાગર દરેક સેન્ચુરીમાં 1.2 ડિગ્રીના દરથી ગરમ થયો છે. હવે 2020થી 2100 દરમિયાન તે 1.7થી 3.8 ડિગ્રીના દરથી ગરમ થશે. સૌથી વધુ ગરમ નોર્થ વેસ્ટ ઈન્ડિયન ઓશન થશે. જેમાં અરબ સાગર સામેલ છે. તેના કારણે ઋતુઓ દરમિયાન જમીની તાપમાન શિફટ થશે. ખાસ કરીને ઈન્ડો પેસિફિક રિજિયનમાં હવામાન આપત્તિઓ ઘણી વધી જશે.

 હિન્દ મહાસાગર માત્ર સપાટી પર જ ગરમ નથી થઈ રહ્યો, બલકે 2000 મીટરના ઉંડાણમાં પણ તેમાં ગરમી વધી રહી છે. રોકસી મેથ્યુ કોલ અનુસાર ગરમીમાં આ વૃધ્ધિ એક દાયકા સુધી દર સેક્ધડ, હરરોજ એક હીરોસીમા પરમાણુ બોમ્બ વિસ્ફોટના બરાબર છે. આ કારણે સમુદ્રની સપાટી વધી રહી છે.
 મોનસૂન અને સાઈકલોન બન નવા સાથે જોડાયેલા ઈન્ડિયન ઓશન ડાઈપોલ પર તેનો પ્રભાવ પડી રહ્યો છે. તીવ્ર ડાઈપોલ ઈવેન્ટ 66 ટકા સુધી વધી શકે છે. જયારે મરીન હિટવેવ આ સમયે દર વર્ષ સુધી રહે છે. આ પણ 21મી સદીમાં વધીને 220-220-250 દિવસ એકિટવ રહી શકે છે. જેના કારણે સમુદ્રમાં રહેતા જીવો પર ખતરો વધી શકે છે.