હિન્દુસ્તાન લીવરે હોર્લિકસ પરથી હેલ્થ ડ્રિન્કનું લેબલ દુર કર્યુ

હિન્દુસ્તાન લીવરે હોર્લિકસ પરથી હેલ્થ ડ્રિન્કનું લેબલ દુર કર્યુ
હિન્દુસ્તાન લીવરે હોર્લિકસ પરથી હેલ્થ ડ્રિન્કનું લેબલ દુર કર્યુ

દેશમાં એનર્જી ડ્રિન્ક તરીકે વહેંચાતા બોર્નવિટા અંગે સર્જાયેલા વિવાદ બાદ ઇ-કોમર્સ કંપનીઓને તેને હેલ્થ ડ્રિન્ક કે એનર્જી ડ્રિન્કની શ્રેણીમાંથી દુર કરવા અપાયેલા આદેશ બાદ હવે કંપનીઓ ખુદ આ પ્રકારના ડ્રિન્કને અલગ શ્રેણીમાં મુકી રહી છે અને હિન્દુસ્તાન લીવરે હોર્લિકસ પરથી હેલ્થ ડ્રિન્કનું લેબલ દુર કર્યુ છે અને તેને પોષક તત્વો ધરાવતા ડ્રિન્ક તરીકે ગણાવ્યું છે.

હાલમાં જ બોર્નવિટા સર્જાયેલા વિવાદ પછી સરકારે આ પ્રકારના ડ્રિન્કને હેલ્થ ડ્રિન્ક નહીં ગણવા માટે સૂચના આપી હતી અને આ અંગે ફૂડ એકટમાં પણ જે જોગવાઇ છે તેનો અમલ કરવા આદેશ આપ્યો હતો. કેટબરી કંપનીનું બોર્નવિટા દેશમાં બાળકોથી લઇ વયસ્ક લોકો સુધીમાં એક શકિત અને યાદશકિત વધારતા ડ્રિન્ક તરીકે ગણવામાં આવે છે અને તેની એડમાં પણ આ પ્રકારના દાવા કરવામાં આવે છે.

પરંતુ તે અંગેનો વિવાદ સર્જાયા બાદ  તેના પર એનર્જી ડ્રિન્કનું લેબલ લાગશે નહીં ઇ-કોમર્સ કંપનીઓને પણ તે અંગે સુચના આપી દેવામાં આવી છે તે સમયે હવે દેશની ટોચની કંપની હિન્દુસ્તાન લીવરે હોર્લિકસમાંથી હેલ્થ ડ્રિન્કનું લેબલ દુર કર્યુ છે.