આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ ની કમાલ! કેમેરો તસ્વીર પરથી કવિતા લખી દેશે

આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ ની કમાલ! કેમેરો તસ્વીર પરથી કવિતા લખી દેશે
આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ ની કમાલ! કેમેરો તસ્વીર પરથી કવિતા લખી દેશે

સુંદર તસ્વીર પરથી ઘણા કવિઓ કવિતા લખતા હોય છે. અખબારોમાં કાવ્યાત્મક ફોટોલાઈન પણ જોવા મળતી હોય છે પણ આ કામ પણ હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ કરી નાખશે! જી હા, એક એવો કેમેરો બન્યો છે જે તસ્વીર તો ખેંચશે સાથે સાથે તેના પર કવિતા પણ લખશે. એઆઈની મદદથી આવો કેમેરો ડેવલપ કરાયો છે.

આ એક એવુ ડિવાઈસ છે જેના બારામાં જાણીને સૌ કોઈ આશ્ર્ચર્યચકિત છે. આ ‘પોએટ્રી કેમેરા’ ખેંચાયેલી તસ્વીરને કવિતાનુ રૂપ આપી શકે છે. આ કેમેરા દેખાવમાં તો એક સાધારણ પોલરાઈઝડ કેમેરા જ છે. આ કેમેરા ફોટોથી કવિતા બનાવી દે છે.

આ પોએટ્રી કેમેરાને કેલિન કારોલિન ઝાંગ અને રયાન માથરે મળીને તૈયાર કર્યો છે. આ કેમેરાનુ મગજ એક ક્રેડીટ કાર્ડના સાઈઝનુ રીસ્પબેરી પીઆઈ સિંગલ બોર્ડ કોમ્પ્યુટર છે. તે તસ્વીરના વિઝયુઅલ ડેટા, રંગ, પેટર્ન અને ઈમોશનને ઓળખે છે. ત્યારબાદ તે તેને એઆઈને મોકલે છે, જે તેના પરથી કવિતા બનાવે છે. આપ આ પોએટ્રી કેમેરા પાસે અલગ અલગ પેટર્નની કવિતા લખાવી શકો છો.

આ ડિવાઈસ આપની પ્રાઈવસીનુ પણ પુરૂ ધ્યાન રાખે છે. તે કોઈપણ ઈમેજ કે કવિતાને ડિઝીટલી રૂપમાં સંભાળીને નથી રાખતો. કેલિન અને રયાનનુ કહેવુ છે કે તેમણે એક અંગત પ્રોજેકટ તરીકે તેને શરૂ કર્યો હતો. પણ જયારે તેમણે આ કેમેરા પોતાના મિત્રો અને પરિવારને દેખાડયો તો તેને બીજાની સાથે શેર કરવાનો નિર્ણય કર્યો હતો. રિપોર્ટસનુ કહેવુ છે કે બન્ને આ સંભાવનાઓને જોઈ રહ્યા છે કે પ્રોડકટને કેવી રીતે કોમર્શીયલ માર્કેટમાં ઉતારવામા  આવે.