હાઈકોર્ટે અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધના અમલ માટે એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ કર્યો

હાઈકોર્ટે અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધના અમલ માટે એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ કર્યો
હાઈકોર્ટે અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધના અમલ માટે એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ કર્યો

ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે સૂચન કર્યું હતું કે ગીરના જંગલ વિસ્તારમાં બિસ્કીટના પેકેટ અને ચિપ્સના પેકેટો પર પ્રતિબંધ છે અને પ્રવાસીઓ અને મુલાકાતીઓ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે ગિરનાર અભ્યારણ વિસ્તારમાં પણ આવી કાર્યવાહી કરવી જોઈએ. નિયમોનો ભંગ કરનારાઓને દંડ થવો જોઈએ અને આવા આરક્ષિત અભયારણ્ય વિસ્તારોમાં પ્રદૂષણ ન થાય તે માટે લોકોને જાગૃત કરવા જોઈએ.

હાઈકોર્ટે અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધના અમલ માટે એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ કર્યો હાઈકોર્ટ

પર્યાવરણ-સંવેદનશીલ અને પર્યટન સ્થળોએ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની પાણીની બોટલો ફેંકતા લોકોના વર્તનની ટીકા કરતાં મુખ્ય ન્યાયાધીશે ટિપ્પણી કરી હતી કે, ગીર જંગલની આસપાસના વિસ્તારમાં કોઈને પણ બિસ્કિટ અને ચિપ્સના પેકેટો લઈ જવાની મંજૂરી નથી જેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. મને લાગે છે કે આ પ્રવાસીઓ સૌથી વધુ ન્યુસંસ કરે છે, તેઓએ પૃથ્વી પરની દરેક જગ્યા બગાડે છે અને પર્યાવરણ સ્થળોએ સન સેટ પોઇન્ટ જેવી જગ્યા ઉપર પણ પ્લાસ્ટિકની બોટલ દેખાય છે. સમયે પણ પાણીની બોટલો હોય છે.

હાઇકોર્ટે એ અમદાવાદના નળ સરોવરનું ઉદાહરણ પણ આપ્યું જ્યાં તેમણે જોયું કે નાના ટાપુ પર પણ પાણીની બોટલો ફેંકવામાં આવે છે જેમ કે તેઓ માત્ર બોટલ ફેંકવા જાય છે અને તેઓ ખૂબ જ આનંદ અનુભવે છે. સરકારે તેમના પર દંડ લગાવવાનું શરૂ કરવું જોઈએ. દરમિયાન હાઈકોર્ટે જૂનાગઢ મહાનગરપાલિકા પાસેથી પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અંગેની વિગતો માંગી હતી.

હાઈકોર્ટે અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધના અમલ માટે એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ કર્યો હાઈકોર્ટ

જૂનાગઢમાં ગિરનાર પર આવેલા દત્તાત્રેય મંદિર અને અંબાજી મંદિરની આસપાસની ગંદકીનો મુદ્દો ઉઠાવતી એડવોકેટ દ્વારા દાખલ કરાયેલ પીઆઈએલની સુનાવણી હાઈકોર્ટ કરી રહી હતી. અગાઉ રાજ્ય સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી કે ગિરનાર અભ્યારણ વિસ્તારમાં કોઈપણ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકારના અગ્ર સચિવે હાઈકોર્ટમાં સોગંદનામું આપીને જણાવ્યું હતું કે ગિરનાર અભયારણ્યના 27 ગામોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને પ્રતિબંધના અમલ માટે છ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

હાઈકોર્ટે અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધના અમલ માટે એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ કર્યો હાઈકોર્ટ

સોગંદનામામાં વધુમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે મંદિરોની આસપાસની સફાઈની જવાબદારી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપવામાં આવી છે અને સફાઈ કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવશે. અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કચ્છના રણમાં પણ પ્લાસ્ટિકનું પ્રદૂષણ જોવા મળે છે, સરકારે તેના પર પણ ધ્યાન આપવું જોઈએ. ત્યારબાદ હાઈકોર્ટે અભયારણ્ય વિસ્તાર અથવા ઈકો-સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધના અમલ માટે બ્લૂ પ્રિન્ટ અને એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here