હવે ‘Healthy’ ટેગ હેઠળ ગ્રાહકોને છેતરી નહીં શકાય! FSSAIનો મહત્વનો નિર્ણય

હવે ‘Healthy’ ટેગ હેઠળ ગ્રાહકોને છેતરી નહીં શકાય! FSSAIનો મહત્વનો નિર્ણય
હવે ‘Healthy’ ટેગ હેઠળ ગ્રાહકોને છેતરી નહીં શકાય! FSSAIનો મહત્વનો નિર્ણય

બજારમાં આરોગ્‍યપ્રદ હોવાના દાવા સાથે ઘણા પેકેજડ ફૂડ વેચવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા ઘટકો હોય છે જે હકીકતે સ્‍વાસ્‍થ્‍યને નુકસાન પહોંચાડે છે. એવામાં ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (FSSAI) એ પેકેજડ ફૂડ આઈટમ્‍સને બાબતે મહત્‍વનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ ખાદ્ય ચીજોના પકેજ પર બોલ્‍ડ અને મોટા ફોન્‍ટમાં પર મીઠું ,ખાંડ અને સેચ્‍યુરેટેડ ફેટવિશેની માહિતી આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્‍યું છે.

હવે ‘Healthy’ ટેગ હેઠળ ગ્રાહકોને છેતરી નહીં શકાય! FSSAIનો મહત્વનો નિર્ણય FSSAI

FSSAIએ શનિવારે આ સંબંધમાં લેબલિંગ નિયમોમાં ફેરફારને મંજૂરી આપી હતી. FSSAI આ સંબંધમાં ડ્રાફટ નોટિફિકેશન બહાર પાડશે અને હિતધારકોની ટિપ્‍પણીઓ મંગાવશે.

FSSAIએ જણાવ્‍યું હતું કે નિયમોમાં આ સુધારાનો હેતુ ગ્રાહકોને ઉત્‍પાદનમાં રહેલા પોષક મૂલ્‍યને વધુ સારી રીતે સમજવા અને એ મુજબ ખરીદીના નિર્ણયો લેવા મદદ કરશે. પોષક માહિતી લેબલિંગ સંબંધિત ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ્‍સ (લેબલિંગ અને ડિસ્‍પ્‍લે) રેગ્‍યુલેશન્‍સ, ૨૦૨૦ માં સુધારાને મંજૂરી આપવાનો નિર્ણય FSSAIના અધ્‍યક્ષ અપૂર્વ ચંદ્રાની અધ્‍યક્ષતામાં લેવામાં આવ્‍યો હતો.

હવે ‘Healthy’ ટેગ હેઠળ ગ્રાહકોને છેતરી નહીં શકાય! FSSAIનો મહત્વનો નિર્ણય FSSAI

કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, આ સુધારો ગ્રાહકોને સ્‍વાસ્‍થ્‍યને અનુરૂપ પ્રોડક્‍ટની પસંદગી કરવા માટે મદદ કરશે સાથે, આ સુધારો નોન કમ્‍યુનીકેબલ ડિસીઝ (NCDs) ના ફેલાવાને રોકવા અને જાહેર આરોગ્‍ય અને સુખાકારીને પ્રોત્‍સાહન આપવાના પ્રયાસોમાં પણ ફાળો આપશે. સ્‍પષ્ટ અને ચોક્કસ લેબલીંગને પ્રાથમિકતા આપવાથી NCDs સામે લડવાના વૈશ્વિક પ્રયાસોમાં મદદ મળશે.

હવે ‘Healthy’ ટેગ હેઠળ ગ્રાહકોને છેતરી નહીં શકાય! FSSAIનો મહત્વનો નિર્ણય FSSAI

FSSAIએ ફૂડ બિઝનેસ ઓપરેટરોને ૧૦૦ ટકા ફ્રુટ જયુસના દાવાઓ કરતી જાહેરાતો બંધ કરવા અને ઉત્‍પાદનો પર આવા લેબલોને તાત્‍કાલિક દૂર કરવા જણાવ્‍યું હતું. તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો (FBOs) ને પણ ૧ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪ સુધીમાં પ્રી-પ્રિન્‍ટેડ પેકેજિંગ મટિરિયલ્‍સ ફેઝ આઉટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્‍યો છે.

બજારમાં આવા ઘણા ઉત્‍પાદનો વેચાય છે, જે આરોગ્‍યપ્રદ પસંદગી તરીકે પેક કરવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા ઘટકો હોય છે જે નુકસાન પહોંચાડે છે. જો કે, તમામ ઉત્‍પાદનો પોતાને તંદુરસ્‍ત તરીકે માર્કેટિંગ કરે છે. જયારે પણ તમે કોઈપણ પેકેજડ ફૂડ ખરીદો, તમારે તેનું લેબલ ચેક કરવું જોઈએ. પેક્‍ડ ફૂડને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે તેમાં કેમિકલ્‍સનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા શરીર માટે હાનિકારક છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here