હવે મીગ જેવા જ ફાઈટર વિમાનો ભારતમાં બનશે

હવે મીગ જેવા જ ફાઈટર વિમાનો ભારતમાં બનશે
હવે મીગ જેવા જ ફાઈટર વિમાનો ભારતમાં બનશે

દેશમાં સંરક્ષણ તંત્ર આત્મનિર્ભર બનવાની દૌટમાં હવે સરકારી સાહસની કંપની હિન્દુસ્તાન એરોનોટીકલ લી.ને ભારતીય હવાઈદળ માટે એલસીઈ માર્કના 97 ફાઈટર વિમાનો માટે ઓર્ડર આપ્યા છે અને આ વિમાન હવાઈદળએ મીગ-21, મીગ-23 અને મીગ-27 વિમાનોનું સ્થાન લેશે. રૂા.65000 કરોડનું આ ટેન્કર સ્વીકારવા મુદે હિન્દુસ્તાન એરોનેટીવ લી.ને ત્રણ પાસ અપાયો છે.

સ્વદેશી મીલીટ્રી હાર્ડવેર યોજના હેઠળ આ ટેન્ડર ફલોટ કરવામાં આવ્યું છે. આ ટેન્ડરની હિન્દુસ્તાન એરોનોટીકલ સાથે જોડાયેલી નાની અને મધ્યમ કદની કંપનીઓને પણ ફાયદો થશે.

હિન્દુસ્તાન એરોનોટીકલ લી. ને અગાઉ એલસીએ માર્કનું એક વિમાન તૈયાર કરીને તે હવાઈદળને આપ્યુ હતું જે તમામ કસોટીમાં પાર પડયું છે પણ હવે તેની ઉત્પાદન ક્ષમતા તેના માટે વધારવી પડશે.