હવે પછીની મહામારી બર્ડ ફલુથી આવશે: કોરોના કરતા પણ ઘાતક

કોરોના કરતા પણ ઘાતક બર્ડ ફલુથી આવશે : અમેરિકામાં ૯ કરોડ મરઘામાં ફેલાણી બિમારી
કોરોના કરતા પણ ઘાતક બર્ડ ફલુથી આવશે : અમેરિકામાં ૯ કરોડ મરઘામાં ફેલાણી બિમારી

સેન્‍ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શનના ભૂતપૂર્વ ડિરેક્‍ટર રોબર્ટ રેડફિલ્‍ડે આગાહી કરી છે કે આગામી રોગચાળો બર્ડ ફલૂને કારણે થઈ શકે છે અને તે માત્ર સમયની વાત છે. રેડફિલ્‍ડ એક ન્‍યૂઝ ચેનલ સાથે બર્ડ ફલૂ સંબંધિત બાબતો પર ચર્ચા કરી રહ્યા હતા. અમેરિકામાં ગાયોના ટોળામાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

હવે પછીની મહામારી બર્ડ ફલુથી આવશે: કોરોના કરતા પણ ઘાતક બર્ડ

રેડફિલ્‍ડે કહ્યું, સવાલ એ નથી કે આવું થશે કે નહીં, સવાલ એ છે કે આ મહામારી ક્‍યારે આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો બર્ડ ફલૂ મનુષ્‍યમાં પ્રવેશ કરશે તો મૃત્‍યુદર કોવિડ-૧૯ કરતા ઘણો વધારે હશે. રેડફિલ્‍ડે જણાવ્‍યું હતું કે જયારે કોવિડ-૧૯ માટે કેસ મૃત્‍યુ દર ૦.૬ ટકા હતો, ત્‍યારે બર્ડ ફલૂ માટે કેસ મૃત્‍યુ દર ૨૫ થી ૫૦ ટકાની વચ્‍ચે હશે. ગયા મહિને, યુએસ અધિકારીઓએ બર્ડ ફલૂ વાયરસથી સંક્રમિત થવાનો ત્રીજો માનવ કેસ નોંધ્‍યો હતો. વિશ્વભરના ડોકટરોએ અત્‍યાર સુધીમાં ૧૫ માણસોને બર્ડ ફલૂ સ્‍ટ્રેન H5N1 થી ચેપ લાગ્‍યો હોવાનું શોધી કાઢ્‍યું છે.

હવે પછીની મહામારી બર્ડ ફલુથી આવશે: કોરોના કરતા પણ ઘાતક બર્ડ

રેડફિલ્‍ડે કહ્યું કે બર્ડ ફલૂ માણસથી માણસમાં ફેલાવા માટે, પાંચ એમિનો એસિડ હાજર હોવા જોઈએ. ‘એકવાર વાયરસ માનવ રીસેપ્‍ટર સાથે જોડાઈ જવાની અને પછી માણસથી માણસમાં જવાની ક્ષમતા મેળવી લે, ત્‍યારે તમને રોગચાળો થાય છે. મને લાગે છે કે તે માત્ર સમયની બાબત છે,’ તેમણે કહ્યું. રેડફિલ્‍ડે કહ્યું કે તેઓ ચિંતિત છે કારણ કે તે સમગ્ર યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં પશુઓના ટોળાઓમાં ફેલાતો રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, એવિયન ઈન્‍ફલ્‍યુએન્‍ઝા વાયરસે ૫૦ થી વધુ પ્રાણીઓની પ્રજાતિઓને સંક્રમિત કરી છે.

હવે પછીની મહામારી બર્ડ ફલુથી આવશે: કોરોના કરતા પણ ઘાતક બર્ડ

અમેરિકન ખેડૂતોને પશુઓને ચિકન સ્‍ક્રેપ ખવડાવવાની છૂટ છે. જોકે યુરોપમાં તેના પર પ્રતિબંધ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બર્ડ ફલૂનું કારણ હોઈ શકે છે. જોકે, ઘાસચારા ઉદ્યોગે આ દાવાને ફગાવી દીધો છે. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે ગાયોને સંક્રમિત કરવા માટે જંગલી પક્ષીઓ જવાબદાર છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here