સૌરવ ગાંગુલીની બાયોપિકમાં રજનીકાંત કેમિયો કરશે

સૌરવ ગાંગુલીની બાયોપિકમાં રજનીકાંત કેમિયો કરશે
સૌરવ ગાંગુલીની બાયોપિકમાં રજનીકાંત કેમિયો કરશે

 સૌરવ ગાંગુલીના બાયોપિકમાં રજનીકાંત કેમિયો કરશે એવી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રજનીકાંતની દીકરી સૌંદર્યા કરવાની છે.

રજનીકાંત ચોક્કસ કયું પાત્ર ભજવશે તેની સ્પષ્ટતા હજુ થઈ નથી.  આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે આ ફિલ્મ માટે ક્રિકેટની ટ્રેનિંગ લેવાની પણ શરુ કરી દીધી છે.  

રજનીકાંતે આ પહલાં સૌંદર્યાએ બનાવેલી ફિલ્મ ‘લાલ સલામ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ પણ રાજકારણ અને સ્પોર્ટસ પર આધારિત હતી. ગાંગુલીની બાયોપિકના અન્ય કલાકારોની જાહેરાત વિશે હજુ રાહ જોવાઈ રહી છે. ગાંગુલની પત્ની ડોનાનો રોલ કઈ હિરોઈન કરશે તે વિશે ઉત્કંઠા સેવાઈ રહી  છે.